1. Home
  2. Tag "amreli"

અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી

ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી […]

અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના બનાવો નોંધાઈ રહ્યાં છે. દરમિયાન આજે અમરેલી જિલ્લાના ખાંભામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અમરેલીમાં સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અમરેલી તેમજ […]

અમરેલીના લાઠી નજીક છકડાં રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાળકી સહિત ત્રણનાં મોત

લાઠીના હાવતડ અને ઈંગોરાળા વચ્ચે રાતે સર્જાયો અકસ્માત દેવીપૂજક પરિવાર બાઈક પર દામનગર જતા અકસ્માતનો ભોગ બન્યો છકડાચાલકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો અમરેલીઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈ રાત્રે લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ખારા ગામના બે યુવાન અને […]

અમરેલીમાં આઈજીપીએ મધરાતે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, કન્ટ્રોલરૂમની કામગીરી તપાસી

IGPએ હોટલો તેમજ વાહનોનું પણ ચેકિંગ કર્યું કોમ્બિંગ નાઈટ દરમિયાન પાલીસની કામગીરી નિહાળી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો અમરેલીઃ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે પોલીસની કામગીરી નિહાળવા માટે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમારે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. દરમિયાન પોલીસ કન્ટ્રોલ […]

અમરેલીમાં નરાધમ શિક્ષકે શાળામાં બે બાળકી પર દૂષ્કર્મ કર્યું

ચાલુ શાળાએ બે માસુમ બાળકીઓને દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતા હોબાળો મચ્યો લંપટ શિક્ષકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો શહેર-જિલ્લાની શાળાઓમાં અઠવાડિયામાં બે બનાવો બન્યા અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના બની રહી છે. તાજેતરમાં  વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા […]

અમરેલીમાં રખડતા કૂતરાનો ત્રાસ, એક જ દિવસમાં કૂતરા કરડવાના 15 બનાવો

અમરેલીના લાઠી રોડ પર કૂતરા કરડવાના વધુ બનાવો, નગરપાલિકાનું તંત્ર કૂતરા પકડવામાં નિષ્કિય,   રાતના સમયે પણ કૂતરા વાહનો પાછળ દોડે છે અમરેલી:  શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. શહેરની દરેક શેરીઓમાં વાહનો પાછળ કૂતરા પડતા હોય છે. એક જ દિવસમાં કૂતરા કરડવાના 15 બનાવો બન્યો છે. શહેરના નગરપાલિકાનું તંત્ર કૂતરાની વસતીના નિયંત્રણ કરવામાં […]

અમરેલીઃ ખેડૂતોએ વન્ય પ્રાણીઓથી સંતાનોને સુરક્ષિત રાખવા માટે નવતર પ્રયોગ અપનાવ્યો

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન અમરેલીના સિમ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના બાળકો પર દીપડા હુમલા કરે છે. જેના કારણે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાઇ છે. બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી […]

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં 5 દિવસમાં 12400 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા

આંબરડી સફારી પાર્કમાં 5 દિવસમાં 23.56 લાખની આવક થઈ, તુલશીશ્યામમાં પણ ભાવિકોની ભીડ જામી, આંબરડી પાર્કમાં સિંહ દર્શન માટે 10 બસ મુકાઈ, અમરેલીઃ ગુજરાતભરના પર્યટન સ્થળો દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયા હતા. જેમાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા છેલ્લા સાત દિવસ દરમિયાન 12400 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા. જેને લીધે વનવિભાગને 23.56 લાખની આવક થઇ […]

અમરેલીના રાંઢિયા ગામે કારમાં ગુંગળાઈ જતા 4 બાળકોના મોત

4 બાળકો રમતા રમતા કારનો દરવાજો ખોલીને કારમાં બેસી ગયા, કારનો દરવાજો બંધ કર્યા બાદ લોક થઈ ગયો, ખેતરના માલિકની કારમાં શ્રમિક પરિવારના બાળકો ભોગ બન્યા અમરેલીઃ  તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી શ્રમિક પરિવારના 4 બાળકોનાં મોત નિપજતા ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવારના 4 બાળકો  રમતાં રમતાં કારનો દરવાજો […]

અમરેલીના ખાંભા નજીક લકઝરી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બે ગંભીર

ખાનગી લકઝરી બસે ટ્રેકટરને મારી ટક્કર, અકસ્માતને લીધે ખાંભા ઉના રોડ પર ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમરેલીઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ખાંભા-ઊના રોડ પર સર્જાયો હતો. ખાંભા નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસે ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code