1. Home
  2. Tag "Anganwadi"

ગુજરાતમાં આંગણવાડીમાં 9800થી વધુ મહિલા કાર્યકરો અને હેલ્પરની ભરતી કરાશે

કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ, 30 ઓગસ્ટ સુધીe-HRMS વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે, આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે 18 થી 33 વર્ષની મહિલાઓ અરજી કરી શકશે  ગાંધીનગરઃ વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ […]

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 14599 આંગણવાડી કમ ઘોડિયાઘરને મંજૂરી આપી

નવી દિલ્હીઃ કામ કરતી માતાઓના બાળકો માટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના (RGNCS) 1 જાન્યુઆરી 2006થી કેન્દ્રીય ક્ષેત્ર યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય ઘોડિયાઘર ભંડોળને કાર્યકારી/બીમાર મહિલાઓના બાળકો માટે ઘોડિયાઘર માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સહાય યોજના સાથે મર્જ કરવામાં આવ્યું હતું. આ યોજના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ (CSWB) અને […]

ગુજરાતને આંગણવાડી માટે બે વર્ષમાં રૂ.2039 કરોડ ફાળવાયા પણ 828 કરોડ ખર્ચાયા જ નહીં

ગુજરાતમાં 10 હજાર આંગણવાડી પણ ભાડાંના મકાનમાં ચાલે છે, રાજ્યની 2788 આંગણવાડીમાં કોઇ વર્કર નથી, ફંડ વપરાયું નહીં છતાં વર્ષ 2025-26માં જુન સુધી વધુ 151 કરોડ ફાળવાયા અમદાવાદઃ  ગુજરાતમાં આંગણવાડીના સંચાલન અને બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની રકમ ફળવવામાં આવે છે. જેમાં આંગણવાડી-પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને […]

જામનગરમાં આંગણવાડીના તાળાં તોડી તસ્કરો ચોખા અને તેલનો ડબ્બો ઉઠાવી ગયા

નાના ભૂલકોઓ માટેની ખાદ્ય વસ્તુઓને પણ ચોર છોડતા નથી, ચોર 150 કિલો ચોખા, તેલનો ડબ્બો, ગેસની બે બોટલો વગેરે ઉઠાવી ગયા, પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ શહેરના સાધના કોલોની નજીક આંગણવાડીના તાળા તોડીને તસ્કરો નાના ભૂલકાઓ માટે રસોઈ બનાવવા રાખેલો અનાજનો જથ્થો, તેલના ડબ્બા અને ગેસના બાટલાં ઉઠાવી ગયા છે. તસ્કરો હવે નાનાં […]

ખેડબ્રહ્માની આંગણવાડીમાં સાપની કાંચળી નીકળતાં ફફડાટ ફેલાયો

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના આઈસીડીએસ સંચાલીત શહેરની આંગણવાડીના ટોઈલેટના પોલાણમાંથી સાપની કાંચળી નીકળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર ફોરેસ્ટ કચેરીની બાજુમાં ઘટક – ૧ ની આંગણવાડી નં. – ૧૩ આવેલી છે. તે આંગણવાડીના પાછળના ભાગે બાવળીયા તથા વનસ્પતિઓ ઉગી નીકળેલ હતી. જે બિનજરુરી ઉગી નકળેલ વનસ્પતિ, ઝાડી-ઝાંખરાં જેસીબી દ્રારા સાફસફાઈ કરતાં […]

ગુજરાત: આંગણવાડીના 15 લાખથી વધુ બાળકોને ટેક હોમ રાશન (THR) દ્વારા પોષણયુક્ત આહાર મળ્યું

ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS – ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) કાર્યરત છે. આ ICDS હેઠળ 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ તેમજ કિશોરીઓમાં કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે પોષણયુક્ત આહાર […]

શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-2023ને મળેલી સફળતા સંદર્ભમાં કહ્યું કે, બિપરજોય વાવાઝોડા સામે જે ટીમવર્કની સામૂહિક તાકાતથી ગુજરાત મુકાબલો કરીને હેમખેમ પાર ઉતર્યુ તેવી જ ટીમવર્ક ભાવના શિક્ષણ સેવાના આ યજ્ઞમાં સૌએ દર્શાવી છે તે પ્રસંશનીય છે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-2023 માં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે […]

ગુજરાતમાં આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરાયું, 1800 આંગણવાડી અપગ્રેડ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારથી નારાજ થયેલા કર્મચારીઓના પ્રશ્નો ઉકેલીને સરકાર સમાધાન કરી રહી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નોનો નિવેડા લવાયા બાદગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈ આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરી દીધું છે તેમજ 1800 આંગણવાડી અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓની […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી […]

આંગણવાડી અને આશા વર્કરના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન

ભાવનગરઃ ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર અને 40 હજારથી વધુ આશા વર્કર અને ફેસીલેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તમામ જિલ્લાઓમાંથી  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતા આવેદન પત્રો આપવામાં આવ્યા છે. આવેદપત્ર પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 1લી ડિસેમ્બર સુધી પ્રશ્નોના ઉકેલ માટે બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code