1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ
નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

0
Social Share

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમંત્રી મનિષાબેન વકીલએ જણાવ્યું કે, રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાળકોનો શૈક્ષણિક પાયો મજબૂત થાય એ માટે આ નવી શિક્ષણ નીતિને અનુરૂપ આંગણવાડીમાં પા પા પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપવામાં આવનાર છે, ત્યારે પાયો મજબૂત કરવા માટે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. પાંચ વર્ષ સુધીના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે આંગણવાડીના કાર્યકરોને તાલીમ આપવામાં આવશે.

આ માટે જિલ્લા કક્ષાએ 39 અને ઘટક કક્ષાએ 426 ઈન્સ્ટ્રક્ટરની ભરતી આઉટસોર્સ મારફતે ભરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રાજેક્ટ પા પા પગલી દ્વારા આંગણવાડીમાં આવતા 3 થી 5 વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય તેવો મહત્વકાંક્ષી લક્ષ્ય સરકારે રાખ્યો છે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, 3 થી 5 વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્ણ પ્રાથમિક શિક્ષણ આપવાનું રહે છે. આમ, હવે બાળકોના શિક્ષણનો મહત્વનો પાયો રાજ્યની આંગણવાડીમાં જ તૈયાર થશે. પાંચ વર્ષ પછી બાળક આંગણવાડી છોડી અને શાળામાં બાલવાટીકામાં દાખલ થશે. નવી શિક્ષણ નીતિ મુજબ 3 થી 5 વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કાર્યકરને તાલીમબધ્ધ કરવામાં આવશે. આ માટે જીસીઈઆરટી દ્વારા આંગણવાડી કાર્યકર માટે તેઓની શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ અને તાલીમનું આયોજન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code