1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું એક એવું ગામ જે બે દેશોમાં વિભાજીત છે – રસોડું એક દેશમાં તો બેડ રુમ બીજા દેશમાં
ભારતનું એક એવું ગામ જે બે દેશોમાં વિભાજીત છે – રસોડું એક  દેશમાં તો બેડ રુમ બીજા દેશમાં

ભારતનું એક એવું ગામ જે બે દેશોમાં વિભાજીત છે – રસોડું એક દેશમાં તો બેડ રુમ બીજા દેશમાં

0
Social Share
  • એક ગામનું કે જે  બે દેશોમાં વિભાજીત
  • રસોડું એક દેશમાં તો બેડરુમ બીજા દેશમાં છે

ભારતમાં ઘણી અજીબ ગરિબ વસ્તુઓ જોવા મળે છે, અવનવી વાતો સાંભળવા મળે છે, ત્યારે આજે વાત કરીશું ભારતમાં જ આવેલા એક એવા  ગામની જ્યાં ઘરનું રસોડું એક દેશમાં આવેલું છે તો એજ ઘરનો બેડરુમનો બીજા દેશમાં સમાવેશ થય જાય છે, છે ને અજીબ વાત તો ચાલો જાણીએ ક્યા આવેલું છે દેશનું આ અનોખું ગામ

આ ગામ છે દેશના નાગાલેન્ડ રાજ્યમાં જેનું નામ લોંગવા. આ ગામ બે દેશો વચ્ચે આવેલું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અંહી વસતા લોકોના ખેતરો અને મકાનો પણ બંને દેશોની વચ્ચે આવેલા છે એટલે કે અડઘા આપણા દેશમાં તો અડધો ભાગ બીજા દેશમાં. ઘરનું કિચન એક દેશમાં છે, તો ઘરનો બેડરુમ બીજા દેશમાં છે.અહીના લોકોને સીમા પાર કરવા વિઝાની જરુર રહેતી નથી.

નાગાલેન્ડમાં પડતું આ ભારતનું છેલ્લું ગામ મ્યાનમાર સરહદ પાસે આવેલું છે. જે રાજ્યના મોન જિલ્લામાં આવેલું છે, આ ગામમાંથી ભારત અને મ્યાનમારની સરહદ પસાર થાય છે.
મ્યાનમાર સરહદને અડીને આવેલું ભારતનું આ છેલ્લું ગામ લોંગવા ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે.
મ્યાનમારને અડીને લગભગ 27 કોન્યાક ગામો આવેલા છે. અહીંના કેટલાક સ્થાનિક લોકો મ્યાનમાર આર્મીમાં ફરજ બજાવે છે. લોંગવા ગામ એક સુંદર સ્થળ છે. અહીંની શાંત જગ્યાઓ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર હોય છે.અહીં ઘણા સુંદર પર્યટન સ્થળો છે, જેમાં ડોયાંગ નદી, શિલોઈ તળાવ, નાગાલેન્ડ સાયન્સ સેન્ટર, હોંગકોંગ માર્કેટ સામેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code