1. Home
  2. Tag "Baroda"

વડોદરાઃ મહિલા પોલીસ કર્મચારી હવે પોતાના નાના બાળક સાથે પોલીસ સ્ટેશનમાં બજાવી શકશે ફરજ

અમદાવાદઃ કોરોનાકાળમાં પોલીસની કામગીરીમાં વધારો થયો છે. મહિલા પોલીસ કર્મચારીઓ પણ પોતોના નાના સંતાનોને ઘરે એકલા મુકીને ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરામાં પોલીસ કમિશનરે મહિલા પોલીસ કર્મચારી પોતાના કામ ઉપર ધ્યાન આપી શકે તેવા હેતુથી પોલીસ સ્ટેશનનોમાં જ મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે ચિલ્ડ્રન રૂમ તૈયાર કર્યાં છે. અહીં બાળકોના રમવાની સાથે […]

વડોદરાઃ MD ડ્રગ્સના જથ્થા સાથે NCBએ સાત આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા અને માદક દ્રવ્યોની હેરાફેરી કરનારા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન એનસીબીએ વડોદરામાં દરોડા પાડીને સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આરોપીઓ વચ્ચે ડ્રગ્સની ડીલ ચાલતી હતી ત્યારે જ એનસીબીએ દરોડો પાડીને 994 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ […]

વડોદરા રેલવેના યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ

અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં રેલવે સ્ટેશનના યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ ટ્રેનના 3 ડબ્બામાં પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ટ્રેન યાર્ડમાં ઉભેલી હતી અને તેમાં કોઈ નહીં હોવાથી મોટી […]

વડોદરામાં હોમ ક્વોરન્ટાઈન કોરોના પીડિતોના ઘરે પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હજારો દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કેટલાક દર્દીઓ કોમ ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરીને ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદો ઉઠી છે. વડોદરામાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ પોલીસની ટીમ જે તે વ્યક્તિના ઘરે જઈને સરપ્રાઈસ ચેકીંગ કરશે. પોલીસે […]

વડોદરાના બે તબીબો પોતાની માતાના અવસાનના માત્ર 6 કલાકમાં ફરી કોવિડ દર્દીઓની સેવામાં લાગી ગયા

વડોદરાઃ  સંતાનો માટે માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.  વડોદરામાં ફરજ બજાવતા તબીબ પોતાની માતાના અવસાનના ખબર મળતા જ દોડીને ગાંધીનગર ગયા, જ્યાં માતાને […]

કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી વડોદરા દોડી આવ્યાઃ લીધા મહત્વના નિર્ણયો

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરા દોડી આવ્યા હતા. અને તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ આરોગ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી બેઠકમાં લેવાયેલાં નિર્ણય અંગે જાણ કરી હતી. વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ […]

વડોદરાની નંદેસરી GIDCમાં કોરોનાનો ભરડોઃ 400 કર્મચારીઓ થયા સંક્રમિત

પોઝિટિવ કર્મચારીઓને કરાયાં હોમ ક્વોરન્ટીન જીડીઆઈડીની અનેક કંપનીઓમાં કોરોનાનો પગપેસારો કંપનીના કર્મચારીઓની ચિંતામાં થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ […]

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 100થી વધારે શિક્ષકો કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું […]

વડોદરાના નવનિયુક્ત મેયર થયા કોરોના સંક્રમિત

તબીબની સલાહ અનુસાર હોમ ક્વોરન્ટાઈન સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવા કરી અપીલ ટ્વીટ કરી કોરોના સંક્રમણની આપી જાણકારી અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમજ મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને આગેવાનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા પ્રયાસો તેજ બનાવાયા છે. દરમિયાન […]

વડોદરામાં કોરોના વકરતા અન્ય જિલ્લામાંથી બોલાવાયા 250 ડોકટર અને નર્સ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code