1. Home
  2. Tag "bharuch"

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટઃ ભરૂચમાં રૂ. 18086 કરોડના 250 જેટલા MOU થયા

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું રાજ્ય સરકારે આ વર્ષે નવતર પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીના […]

ભરૂચના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા પ્રભારી મંત્રી અને ધારાસભ્યને લોકોએ ઉગ્ર રજુઆત કરી

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં લાખો ક્યુસેક પાણી છોડાતા પૂરના પાણીએ ભરૂચ શહેરમાં ભારે તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે બુધવારે આ વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી અને ધારાસભ્ય પહોંચતાં જ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ એવો બળાપો વ્યક્ત કર્યો હતો. કે, પૂરના […]

ભરૂચમાં નર્મદા નદી પરના સિલ્વર બ્રિજની સપાટી 40 ફુટથી ઘટતા રેલ વ્યવહાર શરૂ કરાયો

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર હોનારતની સ્થિતિ ઊભી થઈ હતી. દરમિયાન નર્મદા નદી પરના રેલવેના સિલ્વર બ્રિજની સપાટી 40 ફૂટે પહોંચતા વેસ્ટર્ન રેલવે દ્વારા ગત રવિવારની મોડી રાતથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે નર્મદા નદીના પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે અપ […]

ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલજી

અમદાવાદઃ કેળની ખેતી કરતા ખેડૂતો માટે કેળના અવશેષોનો નિકાલ કરવા માટેની સમસ્યાને આવકવૃદ્ધિની સંભાવનામાં બદલવાનું કામ ગુજકોમાસોલના માધ્યમથી કરવામાં આવ્યું છે એમ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. ભરૂચના વગુસણા ખાતે ગુજકોમાસોલના ગુજકો ગ્રીન બનાના ફાયબર પ્રોજેકટના શુભારંભ સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કેળના થડનો અહીંતહીં નિકાલ કરવામાં આવે તો તે પર્યાવરણને દૂષિત […]

ભરૂચમાં બે કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, ચાર વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવાની દિશામાં કામગીરી કરી રહી છે. દરમિયાન આજે ભરૂચમાં બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુકચેફુરચા ઉડી ગયા હતા. […]

ભરૂચથી ખરોડ સુધીના 15 કિમીના બિસ્માર હાઈ-વેને કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે

ભરૂચઃ  જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફનો હાઈ-વે ખૂબજ ઉબડ-ખાબડ બનતા વારેવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ જોવા મળ્યો હતો. ભરૂચથી ખેરોડ ચોકડી સુધીનો નેશનલ હાઈવે બિસ્માર બની ગયો હોવાથી […]

ભરૂચના નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ રાહદારીઓ માટે બંધ કરાયો

ભરૂચઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલા અને વર્ષો જુના ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દેવાયો છે.. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડનબ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત ફરમાવી દેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ […]

ભરૂચમાં સોનાના દાગીનાની લાખોની લૂંટ કેસના બે શખસોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ભરૂચઃ  જિલ્લાના નબીપુર રોડ પર સોનાના વેપારી પાસેથી થયેલી સોનાના કરોડોની કિંમતના દાગીનાની લૂંટના કેસમાં બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ત્રણ આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને 1.07 કરોડનો મુદ્દામાલ પણ […]

ભરૂચ નજીક અમદાવાદના જવેલર્સની કારને આંતરીને લૂંટારા શખસો બે કિલો સોનાના દાગીના ઉઠાવી ગયા

અમદાવાદઃ ભરૂચના નબીપુરથી ઝનોર ઝનોર જવાના માર્ગે અમદાવાદના માણેકચોકના જવેલર્સની કારને આંતરી અન્ય બે કારમાં આવેલા લૂંટારુઓ બંદૂકની અણીએ 2 કિલો સોનાના દાગીના તેમજ રોકડા 3 થી 4 લાખ લૂંટી જતા પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડી પાડવા પ્રયાસો કર્યા હતા. લૂંટના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, અમદાવાદના માણેકચોકના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોની ભરૂચ […]

ભરૂચમાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ, જાહેર-સરકારી અસ્ક્યામતોની સાચવણી કરવા CMનું આહવાન

અમદાવાદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code