1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરની દૈનિક અને સાપ્તાહિક ટ્રેનોને સુરેન્દ્રનગરને બદલે વાયા બોટાદ, ધંધુકાથી દોડાવવા માગ

ભાવનગરઃ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે બ્રોડગેજ લાઇન ચાલુ થઇ ગયા બાદ પણ ભાવનગરથી ઉપડતી દૈનિક અને સાપ્તાહિક ટ્રેનો વાયા સુરેન્દ્રનગર, વિરમગામ થઇને ચાલે છે. જો આવી ટ્રેનોને વાયા બોટાદ, ધંધુકા થઇને ચલાવવામાં આાવે તો ટ્રેનનો સમય, ઇંધણ તમામની બચત થઇ શકે તેમ છે. પરંતુ ટુકા માર્ગે ટ્રેનને દોડવવાનો ભાવનગર ડિવિઝનના સત્તાધિશોને કોઈ જ રસ નથી. ભાવનગરથી બોટાદ, […]

ભાવનગરના ગંગાજળિયા તળાવમાં કચરો ફેંકીને લોકો જ ગંદકી ફેલાવી રહ્યા છે, તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ શહેરીજનો જ સ્વચ્છતા માટે ટેવાયેલા નથી, અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આણવી જરૂરી છે. શહેરના ઐતિહાસિક ગણાતા અને શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ ગંદગીનો પર્યાય બની ગયું છે. તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત ગંદકી વહી રહી છે. લોકોએ કચરો ફેંકીને તળાવને ઉકરડો બનાવી દીધું છે, જ્યારે મ્યુનિનું તંત્ર મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યું છે. […]

ભાવનગરમાં પૂરઝડપે જતી ખાનગી બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક, અને સર્જાયો અકસ્માત

ભાવનગરઃ સુરતથી ભાવનગર આવેલી એક ખાનગી બસના ચાલકને હાર્ટએટેક આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ બે વાહનોને અડફેટે લઈને મારુતિકારના શો રૂમમાં ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં બસના ચાલકનું હાર્ટએટેકને કારણે મોત નિપજ્યું હતુ. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી ભાવનગર […]

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછા ભાવ મળતા હોવાની ખેડુતોની રાવ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદ થયું છે.  જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક શરૂ થઈ છે. ડુંગળીના ભાવ નીચા જતા ડુંગળી પકવતા ખેડૂતોને માટે ચિંતાનો વિષય બન્યો છે. શનિવારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની […]

ભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે.

ભાવનગર : ભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે. ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના સેજલ પંડ્યાની કોંગ્રેસના બલદેવ માજીભાઈ સોલંકી સામે જીત થઇ છે.  ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વાઘાણીની જીત, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પુરુષોત્તમ સોલંકીની જીત, તળાજા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણની જીત થઇ ચુકી છે. પાલિતાણાથી ભાજપના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં ફરીવાર આવશે, બુધવારે જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે બેઠકો ભાજપ માટે નબળી ગણાય છે તે બેઠકો પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી બીજીવાર ભાવનગરની […]

ભાવનગર નજીક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુલાકાતીઓના સંખ્યામાં બેવડો વધારો

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વલ્લભીપુર નજીક કાળિયાર અભ્યારણ્ય આવેલું છે. આ વિસ્તારમાં વન વિભાગની દેખરેખને લીધે છેલ્લા વર્ષોમાં કાળિયારની વસતીમાં વધારો થયો છે.  કાળિયારને નિહાળવા માટે અનેક પ્રવાસીઓ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવે છે. ઉદ્યાનમાં કાળીયાર સિવાયના પ્રાણીઓમાં વરુ, ઝરખ, શિયાળ, લોકડી, નીલગાય વગેરે તથા પક્ષીઓમાં ખડમોર, હરિયલ (બાજ) અને તે સિવાયના ઘાસના પક્ષીઓ, અન્ય 60 થી […]

ગુજરાતમાં નકલી નોટોનું રેકેટ, ભાવનગરમાં 2000ની દરની 6951 જાલીનોટ સાથે 5 શખસો પકડાયા

ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી નકલી ચલણી નોટો પકડાઈ રહી છે. ત્યારે ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની ફેક ચલણીનોટનું રેકેટ પકડવામાં પોલીસને સફળતા મળી હતી. ભાવનગર પોલીસે 2000ના દરની 6951 જાલીનોટ સાથે પાંચ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે શ્રીરામ સોસાયટીમાં દરોડો પડ્યો હતો. આ […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસની બમ્પર આવક, પ્રતિ 20 કિલોના રૂ.1500થી 1700નો ઉપજતો ભાવ

ભાવનગરઃ ગોહિલવાડમાં ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન સારૂ એવું થાય એવા અણસાર છે. સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કૃષિ ઉત્પાદન વધવાની શક્યતા છે. હાલ જિલ્લાના તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસની જંગી આવક નોંધાતા ખેડૂતો ખુશ થયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ભાવનગર માર્કેટ યાર્ડમાં 1300 મણ કપાસની આવક થઈ છે. 1500થી 1700ના ભાવે ખેડૂતો […]

ભાવનગર અને તળાજા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ, ખેડુતોને મળી રહ્યો છે, સારો ભાવ

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફપાકનું ઉત્પાદન મબલખ થવાની ધારણા છે. ત્યારે  તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડમાં  કપાસની આવક શરૂ થઈ ગઈ છે. વરસાદે વિરામ લેતાં ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. ખેડૂતોને યાર્ડ ખાતે કપાસના 1200થી 1700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ પ્રારંભના ભાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code