Homeગુજરાતીગુજરાતભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે.

ભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે.

ભાવનગર : ભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે. ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના સેજલ પંડ્યાની કોંગ્રેસના બલદેવ માજીભાઈ સોલંકી સામે જીત થઇ છે.  ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વાઘાણીની જીત, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પુરુષોત્તમ સોલંકીની જીત, તળાજા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણની જીત થઇ ચુકી છે.

પાલિતાણાથી ભાજપના ભીખાભાઈ બારૈયા જીતી ચુક્યા છે. મહુવામાં શિવાભાઈ ગોહિલ જીતી ચુક્યા છે, જયારે  ગારિયાધાર બેઠક પર કેશુ નાકરાણીને  હારનો સામનો કરવો પડ્યો છે.  ઉલ્લેખનીય છે કે ભાવનગરની કુલ સાત બેઠકોમાંથી છ બેઠકો ભાજપ મેળવી ચુક્યું છે, જયારે એક બેઠક આપના સુધીર વાઘાણી જીતી ચુક્યા છે.

(ફોટો: ફાઈલ)

સંબંધિત લેખો

Most Popular