
કિચન ટિપ્સઃ- સૌથી ઈઝી રીતે ઘરે જ બનાવો ઈટાલિયન સ્ટાઈલ ગાર્લિક ટોસ્ટ
સાહિન મુલતાની-
સામગ્રી
- 4 નંગ – બ્રેડ ( 8 પીસ બ્રેડ બનશે)
- 10 નંગ – લસણની કળી
- 4 નંગ – લીલા મરચા
- 100 ગ્રામ – છીણેલું ચીઝ
- 100 ગ્રામ- બટર
- 1 નંગ – કેપ્સીકમ મરચું જીણુ સમારેલું
- ઓરેગાનો જરુર પ્રમાણે
- ચીલી ફ્લેક્શ જરુર પ્રમાણે
ગાર્લિક ચીલી બ્રેડ બનાવવાની રીત –
- પહેલા તો ચોરસ બ્રેડને બે ભઆગમાં કટ કરીલો, એટલે એક બ્રેડમાંથી બે કરો.
- તિયીર બાદ લસણને અધકચરું ક્રસને બટરમાં નાખીને બરાબર મિક્સ કરી લો,
- હવે આ મિશ્રણ બ્રેડ પર સ્પ્રેડ કરો હવે તેના પર છીણેલું ચીઝ પાથરો
- ત્યાર બાદ જીણા સમારેલા લીલા મરચા અને કેપ્સીકમ મરચા પાથરો
- હવે આ બ્રેડને એક પેનમાં ઘીમા પાતે ઘી કે બટર નાખીને ગરમ થવાદો, પેનને ઉપર ઢાકણથી કવર કરીલો, જ્યા સુધી બ્રેડ ક્રિસ્પી ન થાય અને ચીઝ ઓગળે નહી ત્યા સુધી ઓછામાં ઓછું 5 થી 10 મિનિટ ઘીમા તાપે થવાદો ્ને ત્યાર બાદ પેનમાંથી બહાર કાઢીલો, હવે તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્શ નાખીને ટામેટા કેચપ સાથે સર્વ કરી શકો છો .