1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢમાં પોલીસના એમટી વિભાગમાં પાર્ક કરેલા 18 વાહનોમાં લાગી આગ
જૂનાગઢમાં પોલીસના એમટી વિભાગમાં પાર્ક કરેલા 18 વાહનોમાં લાગી આગ

જૂનાગઢમાં પોલીસના એમટી વિભાગમાં પાર્ક કરેલા 18 વાહનોમાં લાગી આગ

0
Social Share

જુનાગઢ, 26 એપ્રિલ 2026: Fire breaks out in 18 vehicles parked at the MT police station શહેર પોલીસના એમટી સેક્શનમાં પાર્ક કરેલા વાહનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા અને મુદ્દામાલ તરીકે રખાયેલા વાહનોના જથ્થામાં આગ લાગી હતી, અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી  ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

શહેર પોલીસના એમટી વિભાગના કમ્પાઉન્ડમાં અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. દરમિયાન કોઈ કારણસર આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા અંદાજે 18થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા છે. આગમાં બે રિક્ષા, એક ફોરવીલ કાર અને 15 થી વધુ બાઈક સંપૂર્ણપણે બળી ગયા છે. આ તમામ વાહનો પોલીસ દ્વારા વિવિધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત જપ્ત કરીને એમટી વિભાગના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 15,000 લિટર જેટલા પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ફાયર ફાઈટરો પહોંચે તે પહેલા જ મોટાભાગના વાહનો આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે FSLની મદદ લેવાય એવી પણ શક્યતા છે અને પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code