1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયું, અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન
ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયું, અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન

ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયું, અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન

0
Social Share

અમદાવાદ, 26 એપ્રિલ 2026: Gujarat is scorching hot રાજ્યભરમાં આજે કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર અસર પડી હતી, બપોરના ટાણે આકાશમાં અંગારા ઓકતી ગરમીને કારણે રોડ-રસ્તાઓ સુમસામ બન્યા હતા. અમદાવાદમાં આજે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે અમરેલીમાં 43.7 ડિગ્રી, ભૂજ અને રાજકોટમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.3 ડિગ્રી, તાપમાન નોંધાયુ હતું. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ઉનાળો હવે તેના ‘ટોપ ગીયર’માં આવી ગયો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી છે અને 44  ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અને છેલ્લા પાંચ દિવસમાં જ તાપમાનમાં 4 ડિગ્રીનો તોતિંગ વધારો થયો છે. આજે નોંધાયેલું 44 ડિગ્રી તાપમાન સામાન્ય કરતાં3.8 ડિગ્રી વધુ છે. છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં એપ્રિલ માસમાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું હોય તેવું આ પાંચમી વખત બન્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસમાં અમદાવાદમાં પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની અસર જોવા મળશે. જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ ઉપરાંત બોટાદ અને અમદાવાદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.  આજે રાજ્યમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ગરમીના પ્રકોપને જોતા મતદારોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચવાનું પસંદ કર્યું હતું. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 44°C નોંધાયું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી સમયગાળા દરમિયાન તાપમાન 41°C થી 45°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code