1. Home
  2. Tag "water"

કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પડાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 ઓગસ્ટના રોજ રૂ.1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની શરૂઆત થઈ હતી. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને […]

નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થાનો સંગ્રહ, 34 દિવસમાં રૂ. 161 કરોડનું વિજ ઉત્પાદન

અમદાવાદઃ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.78 મીટરે નોંધાઈ હતી. ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી હાલમાં આશરે સરેરાશ 5 (પાંચ) લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના […]

દેશના ગ્રામીણ વિસ્તારોમાં 10 કરોડ ઘરોમાં પાઈપ મારફતે પાણી પુરુ પડાય છેઃ પીએમ મોદી

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આયોજિત હર ઘર જલ ઉત્સવમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, આજે અમૃત કાળમાં ભારત જે વિશાળ લક્ષ્યો પર કામ કરી રહ્યું છે તેનાથી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ સીમાચિહ્નો પાર કર્યા છે. તેમણે કહ્યું કે, આજે ગોવા દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જે દરેક ઘરમાં પાણી પ્રમાણિત […]

ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણીનો સંગ્રહઃ 53 જળાશયો સંપૂર્ણ છલકાયાં

સરદાર સરોવરમાં 88 ટકાથી વધુ જળસંગ્રહ 64 જળાશયો 70 ટકાથી વધુ ભરાયાં અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.97 લાખ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 88.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના […]

અમદાવાદઃ વાસણા બેરેજના 26 દરવાજા ખોલીને પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીકાંઠાના ગામોને સાબદા કરાયાં છે. દરમિયાન અમદાવાદમાં વાસણા બેરેજના 26 દરવાજા ખોલવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાસણા બેરેજના 26 દરવાજા ખોલાયા છે.  સાબરમતી નદીમાં જળ […]

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.54 મીટર ઉપર પહોંચી

ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું નદી કાંઠા વિસ્તારના ગામોને સાબદા કરાયાં નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અમદાવાદ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે. હાલ સરદાર સરોવર ડેમના તમામ […]

દાહોદમાં મેઘમહેર : વનતલાવડી અને પરકોલેશન ટેન્ક છલકાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસતા જલાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દાહોદ જિલ્લામાં મેહુલિયાએ અમીદ્રષ્ટિ કરી છે અને આકાશમાંથી વરસેલા કાચા સોનાને વનવિભાગે આબાદ ઝીલી લીધું છે. અષાઢમાં વરસેલા વરસાદે જિલ્લામાં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત બનાવાયેલી 26 વનતલાવડી અને 50 પરકોલેશન ટેન્કમાંથી મોટા ભાગનાને છલકાવી દીધા છે. આ વનતલાવડીઓ અને પરકોલેશન […]

તુલસીના છોડમાં જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો કરો જાપ,સુખ-સમૃદ્ધિ વધશે

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીને નિયમિત પાણી આપવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ તુલસીને પાણી આપતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આ છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તુલસીનો લીલો છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે.તુલસીની પૂજાને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો […]

ગુજરાતના 207 જળાશયોમાં 55.95 ટકા પાણીનો સંગ્રહઃ 29 ડેમ છલકાયાં

સરદાર સરોવર ડેમમાં 52.41 ટકા જળસંગ્રહ 42 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 55.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,75,087 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.41 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. […]

અમદાવાદઃ ભારે વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાશે તો જે તે એકમે જાતે નિકાલ કરવો પડશે

અમદાવાદઃ શહેરમાં હવે ભારે વરસાદમાં જો ખાનગી સોસાયટી તથા વ્યવસાયના એકમોના બેઝમેન્ટમાં પાણી ભરાશે તો હવે મનપા દ્વારા તેનો નિકાલ કરવામાં નહીં આવે. જે બે માળના બેઝમેન્ટ ધરાવતા એકમોએ પાણીના નિકાલ માટે પંપ રાખવો પડશે અને વરસાદી પાણી ભરાય ત્યારે જાતે જ પંપથી પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેવો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code