1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થાનો સંગ્રહ, 34 દિવસમાં રૂ. 161 કરોડનું વિજ ઉત્પાદન
નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થાનો સંગ્રહ, 34 દિવસમાં રૂ. 161 કરોડનું વિજ ઉત્પાદન

નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થાનો સંગ્રહ, 34 દિવસમાં રૂ. 161 કરોડનું વિજ ઉત્પાદન

0
Social Share

અમદાવાદઃ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.78 મીટરે નોંધાઈ હતી. ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી હાલમાં આશરે સરેરાશ 5 (પાંચ) લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 8599.30 મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને ડેમની જળ સપાટી 135.95 મીટરે નોંધાઇ હતી. નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા 34 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 34 દિવસમાં આશરે કુલ રૂા. 161.76 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

ગત સોમવારના રોજ નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની જાવક માટે 15 દરવાજા 2.35 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને સરેરાશ આશરે 2.25 લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) સામે 2.5 લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરવામાં આવી હતી. તદઉપરાંત ભૂગર્ભ વિદ્યુત જળ મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ 2.95 લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો. સોમવારે નર્મદા ડેમની જળ સપાટી 136.04 મીટરે નોંધાઇ હતી. ત્યારબાદ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક સતત વધવાને કારણોસર ડેમના 23 દરવાજા 2.15 મીટરની ઉંચાઇ સુધી ખોલીને નર્મદા ડેમમાં સરેરાશ અંદાજે 3.13 લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) ની સામે 3.50 લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરાયો હતો અને ભૂગર્ભ જળ વિદ્યુત મથકમાંથી 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ આશરે 3.95 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો.

આશરે છેલ્લા 34 દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા 34 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા. 4 કરોડની કિંમતનુ 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. 34 દિવસથી આશરે કુલ રૂા. 150 કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા 4 કેનાલ હેડ પાવર હાઉસ તા.12 મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને હાલમાં સરેરાશ રૂા. 98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. દૈનિક સરેરાશ 17 હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 12 દિવસમાં આશરે કુલ રૂા. 11.76 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code