ઓમાન-દુબઈ બસ અકસ્માતમાં આઠ ભારતીય સહીત 17 લોકોના મોત
સંયુક્ત આરબ અમીરાતમાં ઓમાનથી આવી રહેલી બસના અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યા છે. મરનારાઓમાં આઠ ભારતીયો પણ સામેલ છે. શુક્રવારે ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ વાતની જાણકારી આપી હતી. દુબઈના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયોમાં રાજગોપાલન, ફિરોઝખાન પઠાન, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અરાક્્કાવેટ્ટિલ, કિરન જોહની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુરનો સમાવેશ થાય […]