1. Home
  2. Tag "C.R.PATIL"

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી […]

સી.આર.પાટીલની મુશ્કેલી વધીઃ રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી  હતી. ત્યારે […]

સુરતમાં પ્લેગ આવ્યો ત્યારે કોંગ્રેસ ક્યાં હતી, અમે કોંગ્રેસની ધમકીઓથી ડરવાના નથીઃ પાટિલ

સુરતઃ કોરોનાના કપરા કાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનના મામલે પણ રાજકારણ ગરમાયું છે. લોકોને રેમડેસિવીર ઈન્જેક્શન આસાનીથી મળતા નથી અને ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં ભાજપના કાર્યાલયથી લોકોને છૂટથી તેનું વિતરણ કર્યું તે વિવાદમાં કોંગ્રેસે તપાસની માંગણી કરી હતી. અને સોશિયલ મીડિયામાં પણ ટીકા થઇ હતી. ત્યારે સી.આર.પાટીલે આજે કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો હતો. પાટીલે સ્પષ્ટ કહ્યું […]

ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીની શરૂ કરી તૈયારીઓઃ કારોબારીની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આગામી વિધાનસભા ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની જવાબદારી સોંપ્યા બાદ વિવિધ મોરચાના પ્રમુખોની ગઈકાલે જ નિમણુંક કરી હતી. હવે ભાજપના કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. […]

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનમાં ભાજપના કાર્યકરો જોડાયાં, 2523 જેટલા હેલ્પ ડેસ્ક કાર્યરત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે ઝડપથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરરોજ બે લાખથી વધારે લોકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. હાલ રાજ્યમાં 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રસીકરણ અભિયાન વધુ તેજ બને તે માટે હવે ભાજપ પણ આગળ આવ્યું છે. તેમજ ભાજપના […]

ગુજરાત ભાજપમાં વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાતઃ મહામંત્રીઓને વિવિધ ઝોનની જવાબદારી સોંપાઈ

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી બાદ છેલ્લા કેટલાક સમયથી વિવિધ મોરચાના પ્રમુખોની નિમણુંકને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી. સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી બાદ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે વિવિધ મોરચાના પ્રમુખોની નિમણુંકો અટકી હતી. જો કે, આજે પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની ફાળવણી કરવાની સાથે વિવિધ […]

ગુજરાત ભાજપમાં હોળી બાદ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કારોબારીની કરાશે જાહેરાત

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં આગામી દિવસોમાં વિવિધ મોરચાના હોદ્દેદારો અને કારોબારીની જાહેરાત કરવામાં આવશે. હાલ કેટલાક નામો ઉપર ચર્ચા વિચારણા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હોળી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે છ મહિના અગાઉ સી.આર.પાટીલની પસંદગી થઈ હતી. પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ […]

અમદાવાદ સહિત 6 શહેરોમાં મેયરની પસંદગી માટે ભાજપની આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. તેમજ તમામ છ કોર્પોરેશનમાં ભાજપ સત્તા જાળવી રાખી છે. હવે આ છ કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર તથા અન્ય હોદ્દેદારોને લઈને ભાજપના અનેક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે છ ઉમેદવારોની પસંદગી માટે આજે સાંજથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. બે દિવસ સુધી ચાલનારી […]

ગુજરાતના મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મતદારોનો આભાર માન્યો હતો. તેમજ મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની […]

મનપા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ગૃહ મંત્રી અમિત શાહે CM રૂપાણી અને પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટિલને આપ્યા અભિનંદન, જનતાનો માન્યો આભાર

ગુજરાતમાં 6 મનપાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ ભાજપમાં ઉત્સવનો માહોલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે CM રૂપાણી તેમજ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટિલને આપ્યા અભિનંદન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો અમદાવાદ: ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. 6 મહાનગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત થઇ છે અને આ જીત સાથે ભાજપે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code