1. Home
  2. Tag "Chief Minister Bhupendra Patel"

વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ: મુખ્યમંત્રીએ સુરક્ષા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા કરી

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરીને વર્ષ 2080ના નૂતન વર્ષનો કર્યો પ્રારંભ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરીને કર્યો હતો. ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધાપૂર્વક  શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની  હ્રદયપૂર્વક શુભકામનાઓ આપતા […]

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અનેક નવતર પહેલરૂપ વિશેષતાઓમાં આ ડાયમંડ બુર્સ વધુ એક નજરાણું બનશે મુખ્યમંત્રીએ ડ્રિમસીટી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી ખજોદ ખાતે નિર્માણ થયેલ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરતમહાનગરપાલિકા તથા સુડાના […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોનું આયોજન

અમદાવાદઃ જાન્યુઆરી-2024માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. 11મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ સાથે મુખ્યમંત્રીની બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.  પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, […]

દિલ્હીઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે કર્ટેન રેઇઝર મિટ યોજાઈ

નવી દિલ્હીઃ જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે દેશની રાજધાની દિલ્હીમાં કર્ટેન રેઇઝર મિટ યોજાઈ. જેમાં વિવિધ ક્ષેત્રના 1500 જેટલા રોકાણકારો તથા ઉદ્યોગકારો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્‍ટ સમિટમાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણો કરવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 […]

ગુજરાતઃ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી

અમદાવાદઃ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી – 2023 જાહેર કરી છે. આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત […]

રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું

 વાહન ચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી મળશે છુટકારો માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા […]

ડ્રગ્સના દૂષણને ડામવા તેના મૂળ સુધી પહોંચવા CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને તાકીદ કરી

અમદાવાદઃ ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરો, અધિક પોલીસ મહાનિદેશકો, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકો અને ડીસીપીઓ પણ આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. આ કોન્ફરન્સનો પ્રારંભ […]

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્‍ડીયા એલેક્ષ એલીસે લીધી મુલાકાત

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્‍ડીયા એલેક્ષ એલીસે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરએ ગુજરાતના ફાયનાન્‍સિયલ મેનેજમેન્‍ટ, એજ્યુકેશન, હાયર એજ્યુકેશન તથા ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્‍ટમાં જે સિધ્ધિઓ મેળવી છે તે વિશે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતે આ વર્ષે બજેટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code