1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાત: રૂપાણી સરકારની મોટી કાર્યવાહી, જીએસટીમાં કૌંભાડને લઈને 36 અધિકારીઓના ટ્રાન્સફર

રૂપાણી સરકારની મોટી કાર્યવાહી જીએસટીમાં કૌભાંડને લઈને સરકાર એક્શનમાં 36 અધિકારીઓના થયા ટ્રાન્સફર ગાંધીનગર: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વાર દેશભરમાં રેડ કરવામાં આવી રહી છે. અવાર નવાર આ બાબતેના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ગુજરાતમાં પણ રૂપાણીની સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ટેક્સચોરી અને તેમાં મદદ કરી રહેલા અધિકારીઓ સામે હવે સરકારે […]

ગુજરાત કોરોના રસીકરણમાં અગ્રેસરઃ 50 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ કોરોના મહામારી સામે ગુજરાત સહિત સમગ્ર દેશ લડી રહ્યો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતોરું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોના સામે રક્ષણ માટે માત્ર વેક્સિન જ ઉપચાર છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 2500થી વધારે સ્થળો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર […]

કોરોનાથી મૃત્યુ પામેલા શ્રમિકોના આશ્રિતોને સરકાર આપશે પેન્શન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં ઘણા શ્રમજીવી પરિવારો તો એવા છે કે, પરિવારનો કમાનાર મુખ્ય મોભી ગુમાવ્યો હતો. કોરોનામાં મૃત્યુ પામનારા શ્રમિકોના આશ્રિતો (વારસદારો)ને આર્થિક સહાય મળે તે માટે સરકારે કોવિડ રાહત યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ શ્રમિકના વારસદાર પતિ કે પત્ની તેમજ બાળકોને પેન્શન અપાશે. શ્રમિકના […]

ગુજરાતની હોસ્પિટલોમાં તબીબોની ઘટને લીધે પ્રજા તોતિંગ ફી ચુકવી ખાનગી હોસ્પિટલમાં જવા મજબુરઃ જયરાજસિંહ પરમાર

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયક નીતિને કારણે આરોગ્ય સેવા કથળી છે. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ ઉતિર્ણ થયેલા 2,269 તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી પણ માત્ર 373 તબીબો જ ફરજ પર હાજર થયા હતા. જ્યારે 1761 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. ફરજ […]

કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ ક્ષેત્રના કલાકારોના પરિવારને સરકાર આર્થિક સહાય આપશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં કલાકારો પણ બાકાત નથી. કલાકારોના પરિવારજનોને આર્તિક સહાય આપવા સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી. આથી કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ કલાક્ષેત્રના કલાકારોના પરિવારને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. અને આ માટે ગુજરાતના તમામ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા […]

ગુજરાતમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ હવે રૂ.700માં નહીં પણ રૂ.400માં કરી અપાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત […]

સુરતઃ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારમાં અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે. સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને […]

ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લીધે માતા કે પિતા ગુમાવનારા બાળકને પણ હવે સહાય ચુકવાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કાળ બધા જ માટે કપરો રહ્યો હતો. કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા બન્ને કે માતા અથવા પિતા ગુમાવ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. […]

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, રવિવારે અંતિમ સંસ્કાર કરાશે

વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે 11 કલાકે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી નાદુરસ્ત હતા. તેમને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડીરાત્રે 11 વાગે સ્વામીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ […]

ધોરણ-9થી 11ની શાળાઓ સોમવારથી શરૂ થશેઃ મુખ્ય વિષયો ભણાવવાને પ્રાથમિકતા આપશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અનુમતી આપ્યા બાદ હવે સોમવારથી ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે. જેને લઈને સંચાલકોએ અત્યારથી જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટેની પદ્ધતિઓ નક્કી કરી છે. મોટાભાગના સંચાલકોએ વર્ગ ખંડની વ્યવસ્થા મુજબ પદ્ધતિઓ નક્કી કરી છે. જેમાં ઓડ ઈવન, રોલ નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code