Homeગુજરાતીઓટોજુલાઈ મહિનામાં વાહન બજારમાં રેકોર્ડ વેચાણ, કાર અને ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી

જુલાઈ મહિનામાં વાહન બજારમાં રેકોર્ડ વેચાણ, કાર અને ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: ભારતીય વાહન બજાર માટે જુલાઈ મહિનો અત્યંત શાનદાર રહ્યો છે. આ દરમિયાન લોકોએ રેકોર્ડબ્રેક વાહનોની ખરીદી કરી છે. ગત વર્ષના જુલાઈ માસની સરખામણીમાં આ વખતે કુલ વાહન વેચાણમાં 25.89 ટકાનો મોટો વધારો નોંધાયો છે. જુલાઈ 2025 માં જ્યાં 20,58,325 વાહનો વેચાયા હતા, ત્યાં જુલાઈ 2026 માં આ આંકડો વધીને 25,91,138 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીના જુલાઈ મહિનામાં થયેલું સૌથી વધુ રિટેલ વેચાણ માનવામાં આવે છે.

કાર અને અન્ય વાહનોના વેચાણમાં પેસેન્જર વાહનો (કાર) ની વાત કરીએ તો, જુલાઈ 2025 માં 3,49,674 પેસેન્જર વાહનો વેચાયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને 4,16,555 થઈ ગઈ છે. એટલે કે કારના વેચાણમાં 19.13 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ માંગ ટુ-વ્હીલર્સની રહી છે, જેમાં બાઈક અને સ્કૂટરનું વેચાણ 14,17,767 થી વધીને 18,18,289 થઈ ગયું છે, જે 28.25 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ ઉપરાંત, થ્રી-વ્હીલર્સનું વેચાણ 1,15,166 થી વધીને 1,33,778 (16.16% વધારો) સુધી પહોંચ્યું છે અને ટ્રક તથા અન્ય કોમર્શિયલ વાહનોનું વેચાણ 80,348 થી વધીને 99,666 (24.04% વધારો) નોંધાયું છે.

  • બજારમાં એક મોટો બદલાવ જોવા મળ્યો

વાહન ડીલરોના જણાવ્યા અનુસાર, આ જબરદસ્ત વેચાણ પાછળ જીએસટી 2.0 ની અસરથી વાહનો ખરીદવા અગાઉ કરતા વધુ સરળ બન્યા છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સરળતાથી લોન મળી રહી છે તેમજ આગામી તહેવારોની મોસમે ગ્રાહકોને નવી ગાડીઓ ખરીદવા માટે પ્રેરિત કર્યા છે. આ વખતે બજારમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે, જેમાં લોકો હવે માત્ર પેટ્રોલ વાહનો પર જ નિર્ભર નથી રહ્યા.

સીએનજી વાહનોની હિસ્સેદારી 24.67 ટકા, હાઈબ્રિડ વાહનોની 8.02 ટકા અને ઇલેક્ટ્રિક વાહનો (EV) ની 7.90 ટકા રહી છે. આ ત્રણેય મળીને કુલ બજારની 40.59 ટકા હિસ્સેદારી ધરાવે છે, જ્યારે પેટ્રોલ વાહનોની હિસ્સેદારી 41.68 ટકા રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા પણ વધી રહી છે, જેમાં ટુ-વ્હીલર EV ની હિસ્સેદારી 7.65 ટકાથી વધીને 11.24 ટકા થઈ ગઈ છે. સમગ્ર ઓટોમોબાઈલ માર્કેટમાં EV નું કુલ વેચાણ રેકોર્ડ 3,27,901 એકમો પર પહોંચ્યું છે, જેના કારણે બજારમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો આશરે 12.7 ટકા થઈ ગયો છે.

સંબંધિત લેખો

Most Popular