1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલિતાણાના હણોલ ગામે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે
પાલિતાણાના હણોલ ગામે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે

પાલિતાણાના હણોલ ગામે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે

0
Social Share

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :The national ‘Fit India – Sundays on Cycle કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’ અભિયાનનો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે. દેશવ્યાપી ફિટનેસ ચળવળને વધુ વેગ આપવાની સાથે ‘નશા મુક્ત ભારત’ના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ અવસર બનશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ને વધુ વ્યાપક જનસમર્થન મળે અને યુવાનોમાં સ્વસ્થ, સક્રિય તથા નશામુક્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રમતવિજ્ઞાન નિષ્ણાત તથા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ ભીષ્મ માધાણી, જાણીતા ફિટનેસ ટ્રેનર ઉર્વશી પરવાની તેમજ હેલ્થ કોચ અને પ્રેરણાત્મક વક્તા સપના વ્યાસ વિશેષ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુંબા, ગરબા સહિતની ફિટનેસ પ્રવૃત્તિઓ તેમજ વોલીબોલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓને આ કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રમત પ્રાધિકરણ દ્વારા યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી દેશભરમાં નિયમિત આયોજિત ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’ અભિયાન ફિટનેસને જનઆંદોલનનું સ્વરૂપ આપીને દરેક નાગરિકને સ્વસ્થ, સક્રિય અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરી રહ્યું છે. (File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code