Homeગુજરાતીગુજરાતગાંધીનગર બહાર યોજાતા રાષ્ટ્રીય કાર્યક્રમો માટે હવે 15 કરોડ સુધી વિકાસ ગ્રાન્ટ...

ગાંધીનગર બહાર યોજાતા રાષ્ટ્રીય કાર્યક્રમો માટે હવે 15 કરોડ સુધી વિકાસ ગ્રાન્ટ મળશે

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :  Development grants of up to ₹15 crore will now be available for national events ગુજરાત સરકારે રાષ્ટ્રભક્તિ અને વિકાસને એક સાથે આગળ વધારતી પોતાની અનોખી પરંપરાને વધુ મજબૂત બનાવતાં પાટનગર ગાંધીનગરની બહાર યોજાતા રાષ્ટ્રીય પર્વો તેમજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અવસરે આયોજક જિલ્લાને વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટમાં બમણો વધારો કર્યો છે. હવે જે જિલ્લામાં રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે,  ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ રૂ. 10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે.

આ નિર્ણય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી એ વિકાસ પરંપરાને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવી ગતિ આપનારો છે કે જેમાં પ્રજાસત્તાક દિવસ તથા સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ આયોજનોને પાટનગર સુધી મર્યાદિત રાખવાને બદલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે.

2003માં તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી પરંપરા

વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની તથા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરની બહાર વિવિધ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરી હતી. આ જ ક્રમમાં પ્રથમ વખત 15 ઓગસ્ટ, 2003ના રોજ રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ પાટનગર ગાંધીનગરની બહાર પાટણ જિલ્લામાં યોજાયો હતો. આ પહેલનો ઉદ્દેશ માત્ર રાષ્ટ્રીય પર્વોને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાનો જ નહોતો, પરંતુ જે જિલ્લાને રાજ્યકક્ષાના સમારોહની યજમાની કરવાની તક મળે, ત્યાં વિકાસ કાર્યોને પણ ગતિ આપવાનો હતો. સમય જતાં આ પરંપરા ગુજરાતના વહીવટી અને વિકાસ મૉડેલની એક વિશિષ્ટ ઓળખ બની ગઈ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular