1. Home
  2. Tag "commencement"

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થિનીઓ માટે “નમો લક્ષ્મી યોજના”નો પ્રારંભ

ગાંધીનગરઃ   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક […]

પશ્ચિમ બંગાળમાં CAA અંતર્ગત પ્રમાણપત્ર આપવાની શરૂઆત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. જેમાં રાજ્યસરકાર તરફથી મળેલ આવેદનો મુજબ પશ્ચિમ બંગાળ રાજ્યના નાગરિકતા અધિકાર સમિતિ દ્વારા ગતરોજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તે સાથે જ હરિયાણા અને ઉત્તરાખંડની નાગરિકતા અધિનિયમ સમિતિઓ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પહેલા 15 મે ના રોજ કેન્દ્રિય […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમનો આરંભ

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે. ટ્રેક બાંધકામ પર 20 દિવસના તાલીમ સેશનમાં સ્લેબ ટ્રેક સ્થાપન અને સિમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટોર (સીએએમ) સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ તાલીમ જેએઆરટીએસ (જાપાનમાં એક બિન-નફાકારક સંસ્થા) દ્વારા આપવામાં આવી છે, જેને […]

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલથી પ્રારંભ, જાણો ઘટસ્થાપના અને કલશ સ્થાપના મૂહૂર્ત

ધાર્મિક ગ્રંથો અનુસાર માતા દુર્ગા નવરાત્રિના નવ દિવસ ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, તે રામ નવમી પર સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતાજી ઘોડા પર સવાર થઈને આવશે. […]

બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2024ની શરૂઆત કરી હતી. બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે, “વિશ્વની 25 ટકા વસતિ દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાનાં વિસ્તારોમાં વસે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 7 બિમસ્ટેક દેશોના […]

મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ-2024નો પ્રારંભ

અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, અગ્રણી સોમભાઇ મોદી, પૂર્વ ગૃરાજ્યમંત્રી રજનીભાઇ પટેલ ,ધારાસભ્ય મુકેશ ભાઇ પટેલ,અગ્રણી ગીરીશભાઈ રાજગોર,જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો ઓમ પ્રકાશ […]

સોમનાથમાં ત્રિવેણી સંગમ, ગોલોક ધામ ખાતે આજથી કાર્તિકી પૂનમના મેળાનો પ્રારંભ,

સોમનાથઃ યાત્રાધામ સોમનાથના આંગણે ત્રિવેણી સંગમ, ગોલોક ધામ ખાતે વર્ષોથી યોજાતો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસીય મેળાનો આજે તા. 22 નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે જિલ્લા કલેકટરના હસ્તે રંગેચંગે પ્રારંભ કરાશે. સોમનાથમાં  કાર્તિકી પુર્ણીમા મેળાનો ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે બુધવારથી પ્રારંભ થશે. આ લોક મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ […]

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 23મી નવેન્બરથી થશે પ્રારંભ

અમદાવાદઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. 23 નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. 27 નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ, રૂપિયા 1142થી 1561ના ભાવ બોલાયા

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચોમાસાના આગમન ટાણે જ સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જો કે ચામાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે પડેલા ભારે વરસાદને લીધે કપાસ સહિતના પાકને થોડુઘણું નુકશાન પણ થયું હતુ. જિલ્લામાં આ વર્ષે 2,56,600 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ હતું. કપાસનો પાક તૈયાર થઈ જતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે […]

ગાંધીનગરમાં એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્‍ડ પોલ્ટ્રી એક્સ્પોનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ત્રિદિવસીય એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. એટલું જ નહીં આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ એકસ્પોમાં નવી-નવી ટેકનોલોજી સાથે પધારેલા અગ્રણી સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગાંધીનગરમાં તા. 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા એગ્રી એશિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code