1. Home
  2. Tag "Competition"

અખિલ ભારતીય પોલીસ બેન્ડ કોમ્પિટેશનનો પ્રારંભ, વિવિધ રાજ્યોના 1200થી વધુ સ્પર્ધકો જોડાયા

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો શુભારંભ કરાવ્યો છે. આ સ્પર્ધાનું ચાર દિવસ એટલે કે તા. 4 થી 8મી ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે.  જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમો મળી આશરે 1200થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે. ગૃહ રાજ્ય મંત્રી […]

પાટડીના રણકાંઠાના ગામોમાં પરંપરાગત ગોવાળો પાછળ ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકમાં આવેલા પાટડીના રણ વિસ્તારના ગામોમાં છેલ્લા દોઢસો વર્ષથી બેસતા વર્ષના દિવસની સવારે ગાયો દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. નવા વર્ષને વધાવવા ગ્રામજનો દ્વારા ગાયોને  ગોવાળો પાછળ દોડાવવામાં આવે છે. માલધારીઓ ધૂળની ઉડતી રજને માથા પર ચઢાવે છે. તેમજ માલધારી સમાજના લોકો ગાયોને સુશોભિત કરી, પૂજન કરી ગાયોને ઘાસચારો અર્પણ […]

કચ્છમાં અશ્વદોડની સ્પર્ધામાં અશ્વ વીજળીના થાંભલા સાથે અથડાતાં ઘોડેસવારનું મોત

ભૂજઃ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલાં ગુંદીયાળી અને ત્રગડી ગામ વચ્ચેની સીમમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. સુલતાંનસા પીરના મેળામાં અશ્વદોડનું આયોજન કરાયું હતું.  દરમિયાન ધૂળની ડમરીઓને કારણે એક ઘોડેસવાર આગળનું જોઈ શક્યો ન હતો અને તેનો ઘોડો રસ્તાની બાજુમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન વીજ થાંભલા સાથે અથડાવાને કારણે યુવક જોરથી હવામાં ઉછળી નીચે […]

સી-પ્લેન ફરી શરૂ કરવા સરકારે ટેન્ડર ઈસ્યુ કર્યા, ત્રણ કંપનીઓ વચ્ચે હરિફાઈ

ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર સુધી સી-પ્લેનની સેવા ઓશરૂ કરવામાં આવી હતી, જોકે વારેવાર સી-પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવું પડતું હોવાથી સી-પ્લેન સેવા અનિયમિત બનતા તેનું બાળમરણ થયું હતું હવે સરકારે ફરીવાર સી-પ્લેન  માટે ટેન્ડર જારી કર્યા છે. કેન્દ્ર દ્વારા સ્ટેટ એવિએશન વિભાગને સી-પ્લેન પ્રોજેક્ટ સોંપાયા બાદ બહાર પાડેલાં ટેન્ડરમાં રાજ્યની બે અને […]

રણ વિસ્તાર પાટડી અને ધામા ગામે ગોવાળ પાછળ ગાય દોડાવવાની સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકના પાટડી અને ધામા ગામમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામનાં ભાગોળે ગાયોની દોડની હરિફાઇ યોજાઈ હતી.. બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે ગાયો દોડાવવામાં આવી હતી. આ અનોખી હરિફાઇમાં […]

ટાટા ગૃપનો બીગ બાસ્કેટમાં પ્રવેશઃ હવે રિલાયન્સ, એમેઝોન સહિત રિટેલ માર્કેટ કંપનીઓ સાથે સ્પર્ધા થશે

નવી દિલ્હી:  ટાટા ડિજિટલે ઓનલાઈન ગ્રોસરી બિગબાસ્કટમાં મેજોરિટી સ્ટેક હસ્તગત કરી લીધા છે. આ સોદાની સાથે જ દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ ટાટા ગ્રુપની હવે રીટેલમાર્કેટમાં મુકેશ અંબાણીની રિલાયન્સ રીટેલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે સીધી ટક્કર થશે. ટાટા ડિજિટલે આ ડીલ કેટલાક રૂપિયામાં થઈ તેનો ખુલાસો નથી કર્યો, પરંતું રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, […]

રાજકોટમાં પ્રથમવાર વોટરપોલો સ્પર્ધા યોજાશે, 18 ટીમો લેશે ભાગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વિવિધ રમતોમાં રુચી વધી છે. તેમજ ગુજરાતના ખેલાડીઓએ વિવિધ રમતમાં ઉત્કૃષ પ્રદર્શન કરીને ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે રાજકોટમાં પ્રથમ વાર વોટરપોલો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ખેલપ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ સ્પર્ધા યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટની સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code