1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસને વધુ એક ઝટકો,આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા

અમરાવતી:આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. શુક્રવારે સૌથી પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા, ત્યારબાદ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા કાર્યક્રમ દરમિયાન પ્રહલાદ જોશીએ કહ્યું કે તેઓ દક્ષિણ ભારતના વરિષ્ઠ નેતા […]

અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે […]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના મુદ્દે હોબાળો કરાતા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર સમાપ્તિને હવે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે ગૃહમાં પ્રશ્નોતરીકાળની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની શરૂઆતમાં જ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગૃહમાં અદાણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં […]

રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,

અમદાવાદઃ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરતા બીજા દિવસે લોકસભાનું સભ્યપદ (સાંસદપદ) રદ કરી દેવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગર સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે […]

રાજઘાટ પર કોંગ્રેસનો સંકલ્પ સત્યાગ્રહ શરુ, પ્રિયંકા ગાંઘી, ખગડે સહીત અનેક દિગ્ગજો પહોંચ્યા

કોંગ્રેસનો સત્યાગ્રહ શરુ દિલ્હી રાજઘાટ ખાતે અનેક નેતાઓ પહોચ્યા દિલ્હીઃ- આજરોજ કોંગ્રેસ સમગ્ર દેશમાં સંકલ્પ સત્યાગ્રહ શરુ કરી રહી છે  રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે સંસદ સુધી સૂત્રોચ્ચાર કરી રહી છે. આજરોજ રવિવારેકોંગ્રેસ દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ ચલાવવા જઈ રહી છે, જેની શરૂઆત મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટથી થઈ રહી […]

દેશના રાજકારણમાં અણધાર્યો વળાંક, હવે વિપક્ષના નેતાઓનો હિન્દુત્વ તરફ ઝુકાવ

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો ચાલી રહી છે. બીજી તરફ દેશના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે, પહેલા ભાજપ અને શિવસેના સિવાયની મોટાભાગની રાજકીય […]

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ […]

લોકસભા ચૂંટણી 2024: રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે ?

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગાંધી-નેહરુ પરિવારની ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા સીટોને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં? રાહુલ અમેઠીમાં શું નિર્ણય લેશે? સહિતના મુદ્દા ઉપર અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના જવાબદાર પદાધિકારીઓની વાત માનીએ તો આ બંને બેઠકો ગાંધી પરિવાર પાસે રહેશે. જો સોનિયા ગાંધી ચૂંટણી નહીં […]

લંડનમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના પડઘા સંસદમાં પડ્યાં, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષનું માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદનની રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિંદા કરી હતી. તેમજ રાજનાથ સિંહે ગૃહમાં રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. બ્રિટનમાં રાહુલ […]

રાજ્યના 147 તાલુકામાં GIDC, અનેક એકમોમાં હજારો યુવાનોને મળી રહી છે રોજગારી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમોએ પોતાના યુનિટ સ્થાપયાં છે. જેથી મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહી છે, આ ઉપરાંત વધુ એકમો રાજ્યમાં આવે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 147 તાલુકાઓમાં આવેલા જીઆઈડીસીમાં વિવિધ એકમો ધમધમી રહ્યાં છે. જ્યારે રાજ્યના લગભગ 104 તાલુકામાં જીઆઈડીસી નથી, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code