
રાજઘાટ પર કોંગ્રેસનો સંકલ્પ સત્યાગ્રહ શરુ, પ્રિયંકા ગાંઘી, ખગડે સહીત અનેક દિગ્ગજો પહોંચ્યા
- કોંગ્રેસનો સત્યાગ્રહ શરુ
- દિલ્હી રાજઘાટ ખાતે અનેક નેતાઓ પહોચ્યા
દિલ્હીઃ- આજરોજ કોંગ્રેસ સમગ્ર દેશમાં સંકલ્પ સત્યાગ્રહ શરુ કરી રહી છે રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે સંસદ સુધી સૂત્રોચ્ચાર કરી રહી છે. આજરોજ રવિવારેકોંગ્રેસ દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ ચલાવવા જઈ રહી છે, જેની શરૂઆત મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટથી થઈ રહી છે.
આજે અહીં રાજઘાટ પર કોંગ્રેસના નેતાઓનો મેળાવડો શરૂ થઈ ગયો છે. પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓ રાજઘાટ પહોંચી ગયા છે. બીજી તરફ રાજઘાટ પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.જેથી કોઈ ઘટના ન બને.
લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીના સમર્થનમાં આજે દેશભરમાં કોંગ્રેસનો હોબાળો થવા જઈ રહ્યો છે.. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દરેક રાજ્યમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સત્યાગ્રહમાં સામેલ થવા માટે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા છે.
જો કે દિલ્હી પોલીસે કોંગ્રેસ પાર્ટીને રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નકારી દીધી છે. પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટને પરવાનગી ન આપવાનું કારણ જણાવ્યું છે અને વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરી છે. છત્તા પણ કોંગ્રસ દ્રારા અહી પ્રદર્શન શરુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા નવી દિલ્હીમાં રાજઘાટ પર સત્યાગ્રહમાં જોડાશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાષ્ટ્રીય રાજધાનીમાં રાજઘાટ પર સત્યાગ્રહ કરશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરો તમામ રાજ્યના મુખ્યાલયો અને ગાંધી પ્રતિમાઓ પર સંકલ્પ સત્યાગ્રહ કરશે. દરમિયાન, રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે તેઓ આજીવન સંસદમાંથી અયોગ્ય હોવા છતાં પણ દેશમાં લોકશાહીની રક્ષા કરવાનું ચાલુ રાખશે.