પંજાબઃ બોર્ડર પાસેથી હથિયારોનો જંગી જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
નવી દિલ્હી, 20 જૂન 2026: પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સીમા સુરક્ષા દળ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયારોનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી AK-47 રાઇફલ સહિત 26 અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા છે. […]


