1. Home
  2. Tag "delhi"

દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલના બંગલાના નવીનીકરણની તપાસ થશે, સીવીસીનો આદેશ

નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલામાં રહેતા હતા, તેના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસનો આદેશ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ આપ્યો છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે. આ CPWD રિપોર્ટમાં દિલ્હીના સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતે મુખ્યમંત્રીના […]

દિલ્હીમાં રવિદાસ જયંતિ નિમિતે જાહેર રજા જાહેર કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રવિદાસ જયંતિ નિમિતે 12 ફેબ્રુઆરીએ રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના ઉપરાજ્યપાલ 12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ગુરુ રવિદાસ જયંતિ નિમિતે, દિલ્હી સરકારના તમામ સરકારી કાર્યાલયો, સ્વાયત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રજા જાહેર કરે છે.” આદેશનું પાલન કરીને, બુધવારે […]

દિલ્હીના સર્વાંગી વિકાસ અને લોકોના જીવનને સુધારવામાં કોઈ કસર છોડીશું નહીં: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણી પરિણામો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, લોકોની શક્તિ સર્વોચ્ચ છે! વિકાસ જીત્યો, સુશાસન જીત્યું. ભાજપને ઐતિહાસિક વિજય અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા વંદન અને અભિનંદન! તમે મને આપેલા પુષ્કળ આશીર્વાદ અને પ્રેમ માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી […]

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંજ કેજરિવાલ તિહાર જશેઃ BJPના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયા

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે “પીએમ મોદીની અપીલ સાંભળવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર માનું છું… કેજરીવાલ બધા મોડેલોમાં નિષ્ફળ ગયા છે… એ ચોક્કસ છે કે કેજરીવાલ તિહાડ જશે. તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નહીં બને… પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ કોઈપણ પાર્ટી કાર્યકર દિલ્હીનો આગામી મુખ્યમંત્રી હશે…” […]

દિલ્હીમાં ‘આપ’ની હાર માટે અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂટણી પરિણામાં ભાજપાએ આમ આદમી પાર્ટીના વિજયરથને આ વખતે અટકાવ્યો છે. તેમજ 27 વર્ષ બાદ ફરીથી ભાજપા દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. સીએમ આતિશીને બાદ કરતા દિલ્હી સરકારની કેબિનેટના મોટાભાગના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર માટે સામાજીક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં હતા. […]

દિલ્હીઃ અમૃત ઉદ્યાન 30 માર્ચ 2025 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી બગીચાની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે. જોકે, દિલ્હીમાં મતદાનને કારણે ૫ ફેબ્રુઆરી, રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે 20 અને 21 ફેબ્રુઆરી અને હોળીને કારણે 14 […]

દિલ્હી બિહાર સહિત ઉત્તર ભારતમાં હવે ઠંડીથી રાહત મળશે

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ઠંડીનો અહેસાસ ઓછો થયો છે. સવારે હળવું ધુમ્મસ હતુ. મહત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. આગામી થોડા દિવસોમાં હળવું ધુમ્મસ અને 1 ફેબ્રુઆરીએ હળવો વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે ઠંડીમાં થોડો વધારો થઈ શકે છે. […]

દિલ્હીના બુરારી વિસ્તારમાં 4 માળની ઈમારત ધરાશાયી, પાંચના મોત

નવી દિલ્હીઃ દિલ્હીના બુરારી વિસ્તારમાં 4 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. દુર્ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 21 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઈમારત તાજેતરમાં જ બનાવવામાં આવી હતી અને તેનું બાંધકામ લગભગ દોઢ વર્ષ પહેલા શરૂ થયું […]

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઊજવણી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તિરંગો લહેરાવ્યો

કર્તવ્ય પથ પર 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લોમાં ભારતીય સંસ્કૃતિ જોવા મળી, ફ્લાઇ પાસ્ટમાં અપાચે-રાફેલ, સુખોઈ વિમાનોની ગર્જનાથી કર્તવ્ય પથ ગુંજી ઊઠ્યો, ગુજરાતનો ટેબ્લોએ જમાવ્યુ આકર્ષણ નવી દિલ્હીઃ આજે દેશભરમાં 76માં ગણતંત્ર દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી રહી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે 10:30 કલાકે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો. 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય […]

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કુલ 26 ટેબ્લો તૈયાર કરાયાં

નવી દિલ્હીઃ 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક સમાવેશકતા દર્શાવવા માટે વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી કુલ 26 ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેબ્લો ‘સુવર્ણ ભારત: વારસો અને વિકાસ’ થીમ પર આધારિત છે. પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ 10 મંત્રાલયો અને વિભાગોના ટેબ્લોનો સમાવેશ થશે. સંરક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code