1. Home
  2. Tag "Development Works"

આંધ્રપ્રદેશના લોકોએ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું નામ બનાવ્યું : પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુના મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પીએમએ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન આપવાની શરૂઆત કરી ત્યારે એ સમયને યાદ કર્યો હતો જ્યારે તેમને વિપ્લવ વીરુડુ અલ્લુરુ સીતારામરાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પીએમએ કહ્યું […]

રાષ્ટ્રપતિ મુર્મુ હસ્તે ગુજરાતના 1330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો

ગાંધીનગરઃ  રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે  540 બેડની […]

સુરતમાં PM નરેન્દ્ર મોદી 30મીએ 3400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

સુરતઃ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર આજે રાજ્યના સાડા છ કરોડ નાગરિકોના સપના સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યો સંપન્ન થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના […]

ગાંધીનગર અને વડોદરાના શહેરી વિસ્તારના વિકાસના કામો માટે CMએ 291.22 કરોડ મંજુર કર્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા સુખાકારી કામોની વૃદ્ધિ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવાનો અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યની બે મહાનગરપાલિકા  વડોદરા અને ગાંધીનગરમાં જન સુવિધા વિકાસના વિવિધ કામો માટે રૂ.291.22  કરોડ મંજૂર કર્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવેલી દરખાસ્ત […]

અમે વંચિતતાને અવસરમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવઘરમાં રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બાબા બૈદ્યનાથના આશીર્વાદથી, આજે રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ઝારખંડમાં આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, આસ્થા […]

રાજયની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામો માટે સ્વભંડોળ ખર્ચની નીતિ બનાવાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચુંટણી પહેલા રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામોને લઈ સ્વભંડોળના ખર્ચ માટેની ખાસ અલગ નીતિ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર કર્યો છે. તો બીજી તરફ રાજયના વિકાસ કમિશ્નરે સ્વભંડોળ ખર્ચ માટેની ખાસ નીતિ તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. જે […]

ગુજરાતઃ નગરો-મહાનગરો- શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટે રૂ. 5100 કરોડ ફાળવાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત સર્વગ્રાહી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ર૦રર-ર૩ના વર્ષ માટે 5100 કરોડ રૂપિયાની ફાળવણીનું આયોજન કર્યુ છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ રજુ કરેલી વિસ્તૃત ફાળવણી આયોજન દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 5100 કરોડ રૂપિયાની […]

3 શહેરની ખાનગી સોસાયટીઓમાં વિકાસ કાર્યો માટે સરકારની કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. 5.62 કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની […]

સપ્ટેમ્બર મહિનાની હવે પોષણ માસ તરીકે ઊજવણી કરાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે વડોદરા ગયા હતા. જ્યાં તેમણે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.21 હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે. […]

વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા અમદાવાદ શહેરના વિકાસ કામો પુરા કરવા તાકિદ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે વિકાસ કામો ચાલી રહ્યા છે. તે ચૂંટણી પહેલા પૂર્ણ કરવા ગાંધીનગરથી સુચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ વચ્ચે બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 અને 2022- 2023ના બજેટમાં થયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code