1. Home
  2. Tag "docters"

કોરોનાની બીજી લહેરઃ દેશમાં 800 તબીબોના થયા મોત

દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. જ્યારે લાખો લોકો સંક્રિમત થયાં હતા. કોરોના મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના તબીબો, મેડિકલ સ્ટાફ અને પોલીસ સતત સેવામાં કાર્યરત રહ્યાં હતા. તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. એટલું જ નહીં 800 તબીબોના કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. પહેલી લહેરમાં 748 તબીબો ભોગ બન્યાં હતા. […]

કોરોનાની બીજી લહેરઃ ભારતમાં 700થી વધારે તબીબોના થયાં મોત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક વ્યક્તિઓએ જીવન ગમાવ્યા હતા. દરમિયાન કેટલાક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં હોવાનું જાણવા મળે છે. બારતમાં કોરોનાની બીજી લહેરમાં 700થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ગુજરાતમાં તબીબોએ જીવ ગુમાવ્યો હતો. કેસની હકીકત અનુસાર કોરોનાની બીજી લહેરમાં દરરોજ એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. […]

કરોડાની ગ્રાન્ટ છતાં હોસ્પિટલોમાં પુરતા તબીબો અને મેડિકલના સંસાધનોની અછત કેમ ?

ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને આરોગ્યવિષયક સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબ જ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર આપવાનું બંધ કરવાના નિર્ણયથી તબીબોમાં નારાજગી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. હાલ સરકારી હોસ્પિટલો ઉપર ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોના પીડિતો સારવાર લઈ રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઈન્જેકશન આપવાનું બંધ કરતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એએમસીના આ નિર્ણયથી […]

ગાંધીનગર સિવિલના 20 તબીબ સહિત 80 જેટલા મેડિકલ કર્મચારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન ગાંધીનગર સિવિલના 20 તબીબો સહિત 80 જેટલા મેડિકલ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ19ની સારવારમાં ફરજ બજાવતા અને અલગ અલગ વિભાગમાં કામ કરતાં 80 થી વધુ […]

સ્લમ્સ વિસ્તારના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોરોનાના સંક્રમણનો ભોગ ઓછા બન્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યુ છે. કોરોનાએ લોકોને ઘણુંબધુ શિખવ્યુ છે. કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને […]

કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ ગરબે ઘૂંમ્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. કોરોનાનામાં મોટાભાગના દર્દીઓ સાજા થઈ જતા હોય છે. પણ દર્દીઓમાં કોરોનાનો ભય વધુ હોય છે. આવા સમયે દર્દીઓને માનસિક મનોબળ પુરૂ પાડવાની ખાસ જરૂર હોય છે. ત્યારે શહેરની ઘણીબધી હોસ્પિટલના તબીબો સ્ટાફ સાથે ગરબે ઘૂંમી કે ડાન્સ કરીને દર્દીઓનું માનસિક મનોબળ વધારી […]

કોરોનાકાળમાં ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનાર તબીબ સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. ઓક્સિજન અને ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેટલાક કાળા બજારીયાઓ પરિચીત તબીબની મદદથી ઈન્જેકશન મેળવીને ઉંચી કિંમતે વેચતા હોવાનું સામે આવ્યું છે. જેથી કાળા બજાર અટકાવવા માટે સરકારે એકશન પ્લાન તૈયાર […]

વડોદરાના બે તબીબો પોતાની માતાના અવસાનના માત્ર 6 કલાકમાં ફરી કોવિડ દર્દીઓની સેવામાં લાગી ગયા

વડોદરાઃ  સંતાનો માટે માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.  વડોદરામાં ફરજ બજાવતા તબીબ પોતાની માતાના અવસાનના ખબર મળતા જ દોડીને ગાંધીનગર ગયા, જ્યાં માતાને […]

નિષ્ણાત તબીબોના મતે મેના અંત સુધીમાં કોરોનાનો બીજો સ્ટ્રેઈન નબળો પડવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના બીજો સ્ટ્રેઈન સરકારને પણ હંફાવી દીધી છે. આ બીજા સ્ટેઈનમાં મહાનગરો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ-એમ-એસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે. ગાંધીનગર સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code