1. Home
  2. Tag "Drones"

અમદાવાદઃ રથયાત્રામાં 3 હજારથી વધારે પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહશે, ડ્રોન મારફતે નજર રખાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર 3 હજારથી વધારે પોલીસ તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન મારફતે રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. રથયાત્રામાં લગભગ એક હજારથી […]

હળવદ પંથકના 10 ગામમાં રાત્રે ડ્રોન ઉડતા દેખાયા, સ્થાનિકોમાં ભય

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન હળવદ પંથકમાં રાત્રિના સમયે ચોરીના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી 10 જેટલા ગામમાં રાત્રના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્યાં હતા. જેથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ આતંકવાદીઓ સામે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો […]

રાજકોટ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ : ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ વીરપુર, ખોડલધામ સહિતના મંદિરો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના બાદ કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું આગામી 30 જૂન સુધી રહેશે અમલમાં રાજકોટ જિલ્લામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિંબધ લગાવી દેવાયો છે.રાજકોટ જિલ્લાના વીરપુર, ખોડલધામ સહિતના […]

રાજકોટઃ વીજ કંપનીએ વીજ ચોરી ઝડપી લેવા માટે આધુનિક ટેકનોલોજીનો કર્યો ઉપયોગ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વીજચોરીને ઝડપી લેવા માટે વિજ કંપની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટમાં વીજ કંપનીએ આધુનિક ટેકનોલોજીની મદદથી વીજ ચોરીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી. વીજ કંપનીએ ડ્રોન મારફતે તપાસ કરી હતી. વીજ કંપનીના દરોડાના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું […]

ભારતીય સરહદ ઉપર એક વર્ષમાં પાકિસ્તાનના 60થી વધારે ડ્રોનની ગેરકાયગદે પ્રવૃતિ જોવા મળી

 આતંકવાદીઓ હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી માટે કરે છે ડ્રોનનો ઉપયોગ  ભારતીય સુરક્ષા જવાનોએ એક વર્ષમાં અનેક ડ્રોન તોડી પાડ્યાં દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર પાકિસ્તાનની આતંકવાદી ડ્રોનની મદદથી હથિયારો અને માદવ દ્રવ્યો મોકલતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષમાં 60થી વધારે ડ્રોનની ગતિવિધીઓ જોવા મળી હતી. જેમાંથી સુરક્ષાદળોને 40થી વધારે ગતિવિધીઓ શોધી કાઢ્યાં છે. […]

મધ્યપ્રદેશના મુખ્ય શહેરોમાં ડ્રોનની મદદથી ટ્રાફિક નિયમનનું મોનિટરિંગ કરાશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના પ્રયાસો ચાલુ છે. હવે રાજ્યમાં ભીડભાડવાળા બજારોમાં ટ્રાફિક વ્યવસ્થા પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. આ સિસ્ટમને વધુ સારી રીતે ચલાવવા માટે રાજ્યમાં તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન ડૉ. નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, શહેરોના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા […]

જમ્મુમાં મલ્ટિ-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ,દૂરના વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં મદદ કરશે

જમ્મુમાં મલ્ટિ-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં મળશે મદદ IIIM થી મઢ બ્લોક સુધી કરવામાં આવ્યું ટ્રાયલ   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ડ્રોનનો ઉપયોગ સરહદ પર દેખરેખ સિવાય, હવે અન્ય ઘણા કામો માટે કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડ્રોન દ્વારા કોરોનાની રસી, દવાની ડિલિવરી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પર્વતીય વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ પણ મોકલી શકાશે. […]

ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડતા પહેલા પોલીસની મંજુરી લેવી પડશે

રાજકોટઃ લગ્ન પ્રસંગો અને જાહેર સમારોહમાં હવે ડ્રોનથી વિડિયો કે ફોટોગ્રાફી કરવા માટે પોલીસની મંજુરી લેવી પડશે. રાજકોટમાં એરપોર્ટ તથા મહત્વની કચેરીની સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વના વિસ્તારોમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારોમાં ડ્રોન કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિધ્ધ કરેલા […]

ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને બનાવ્યું નિષ્ફળઃ ડ્રોન તોડી પાડી વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કનાચક વિસ્તારમાં પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોનને તોડી પાડીને પાંચ કિલો વિસ્ફોટક આઈઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રોન ભારતીય સીમાની અંદર 6 કિમી આવ્યું હતું. સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ડ્રોન નજરે પડે છે. આતંકવાદીઓ ડ્રોનના મારફતે મોટા કાવતરાને અંજામ આપે તેવી આશંકા ગુપ્તચર એજન્સીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code