1. Home
  2. Tag "ELECTION 2024"

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપરથી ચૂંટણી લડશેઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપરથી ફરીથી ચૂંટણી લડશે તેમ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયએ કહ્યું હતું. રાહુલ ગાંધી હાલ દક્ષિણ ભારતની વાયનાડના સાંસદ છે. તેમજ બદનક્ષી કેસનો સામનો […]

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે, તેજ પ્રતાપ યાદવે કરી ભવિષ્યવાણી

તેજપ્રતાય યાદવે પોતાની સરખામણી કરી સાધુ સાથે ભગવાનની પૂજા-પાઠ કરતા હોવાનો દાવો વર્ષ 2024માં યોજાશે લોકસભાની ચૂંટણી નવી દિલ્હીઃ બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી તેજ પ્રતાપ યાદવે લોકસભા ચૂંટણીની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે મારાથી મોટો કોઈ સાધુ નથી. હું દરરોજ પૂજા-પાઠ કરુ છું. 2024-25માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો […]

લોકસભા ચૂંટણી: 325થી 360 બેઠક ઉપર NDAની જીતનો રામદાસ અઠાવલેએ વિશ્વાસ વ્યક્ત કર્યો

ગાંધીનગરઃ અમદાવાદ પધારેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને 2024ની ચૂંટણીમાં 325થી 360 બેઠકો પ્રાપ્ત થશે અને ફરી સરકાર બનાવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારત દેશ આગળ વધી રહ્યો છે, દેશનો વિકાસ કરવા તેમજ જાગૃતિ […]

લોકસભા ચૂંટણી 2024: વિપક્ષ એકતામાં કોંગ્રેસને સૌથી વધારે બેઠક સાથીઓ માટે છોડવી પડશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તે 2014થી સત્તાનો સ્વાદ ચાખી શકી નથી. મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળની પાર્ટી અન્ય પક્ષોની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહી છે. જો કે, આ માટે કોંગ્રેસે ઘણી સીટોનું બલિદાન આપવું પડશે, કારણ કે, દેશમાં એવી ઘણી લોકસભા સીટો હશે જ્યાં […]

વિપક્ષી દળોમાં BJP સામે કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે એકતા બનાવવાની જરૂરઃ શરદ પવાર

મુંબઈઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ પોતાની રણનીતિ તૈયાર કરી છે, એટલું જ નહીં રાજ્યના પ્રદેશ પ્રમુખોને પણ પ્રચાર-પ્રસારને લઈને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપાને પરાસ્ત કરવા માટે રણનીતિ ઘડી રહ્યાં છે, એટલું જ નહીં નીતિશ કુમાર, અરવિંદ કેજરિવાલ અને મમતા […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં સમર્થન આપવા મામલે મમતા બેનર્જીએ કોંગ્રેસ સામે મુકી શરત

નવી દિલ્હીઃ પટનામાં 23 જૂને યોજાનારી વિપક્ષની બેઠક પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ માત્ર એક જ શરતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવા તૈયાર છે, જો તેઓ રાજ્યમાં સીપીએમને ટેકો નહીં આપે તો સમર્થન આપવામાં આવશે. પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ સીપીએમ સાથે મળીને […]

લોકસભા ચૂંટણી 2024: રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે ?

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગાંધી-નેહરુ પરિવારની ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા સીટોને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં? રાહુલ અમેઠીમાં શું નિર્ણય લેશે? સહિતના મુદ્દા ઉપર અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના જવાબદાર પદાધિકારીઓની વાત માનીએ તો આ બંને બેઠકો ગાંધી પરિવાર પાસે રહેશે. જો સોનિયા ગાંધી ચૂંટણી નહીં […]

2024 લોકસભા ચૂંટણીઃ BJPએ 400થી વધારે બેઠકોને રાખ્યો લક્ષ્યાંક, 3 સભ્યોની ટીમ બનાવાઈ

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચૂંટણી જંગમાં ઉતરશે. જ્યારે કોંગ્રેસ, મમતા બેનર્જી સહિતના નેતાઓ ભાજપની સામે એક સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ ઘડી રહ્યાં છે. ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠકો […]

લોકસભા ચૂંટણી 2024: વિપક્ષ એકતા અભિયાનની વાતોથી મમતાએ અંતર બનાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ રાહુલ ગાંધી, નિતિશ કુમાર, શરદ પવાર સહિતના સિનિયર રાજકીય આગેવાનો વિપક્ષને એક કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.  દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ વિપક્ષી એકતાના આ અભિયાનથી પોતાને દૂર કરી દીધું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે

નવી દિલ્હીઃ રાયપુરમાં ચાલી રહેલા અધિવેશનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકારણથી સન્યાસ લેવાના સંકેત આપ્યાં છે. એવુ માનવામાં આવે છે કે, વધતી ઉંમર અને આરોગ્ય સંબધી સમસ્યાઓને લઈને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જો સોનિયા ગાંધી સન્યાસ લેશે તો તેમની જગ્યાએ રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code