1. Home
  2. Tag "Exam"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 8 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતિનો કિસ્સો નોંધાયો હતો. દરમિયાન થાનગઢમાં આવેલી દોઢીવાલા આર્ટસ […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલીકકાંડ બાદ હવે વધુ તકેદારી, પરીક્ષામાં વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.9મીથી જુદી જુદી વિદ્યાશાખાઓની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટના બન્યા બાદ સત્તાધીશો જાણે જાગ્યા હોય આ વખતે પરીક્ષામાં સૌથી વધુ તકેદારી રાખવામાં આવશે.પરીક્ષાર્થીને વોટરમાર્કવાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં […]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચુટણીની જાહેર થઈ હોવાથી રાજ્યમાં ધણી યુનિવર્સીટીઓએ પોતાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર ક્રયો છે. ત્યારે આજે રાજ્યની વધુ એક યુનિવર્સીટી દ્વારા ચુટણીને કારણે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બર-2022થી શરૂ થનારી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી છે. સ્થિત કરેવી તમામ પરીક્ષાઓ હવે 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય […]

ગુજરાત બાર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષાના ફોર્મ હવે ટુંક સમયમાં ભરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવામાં આવે તે પહેલાં શાળા અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. આ કાર્યવાહી 12 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશ માટે 8મી ઓક્ટોબરે પરીક્ષા, 124 જગ્યા માટે 1100 અરજી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તારીખ 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે. પીએચડીમાં  જુદા જુદા વિષયોમાં કુલ 124 જગ્યાઓ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા જે […]

બાળકો નહીં ભૂલે પેપરમાં Answers,આ રીતે વાલીઓએ પરીક્ષાની કરાવી જોઈએ તૈયારી

બાળકોની નાની નાની બાબતો દરેક માતા-પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.ઘણા વાલીઓ વારંવાર એ વાતથી ચિંતિત હોય છે કે તેમના બાળકોને પરીક્ષામાં સારા માર્ક્સ નથી મળતા. આ સિવાય બાળકો ક્યારેક વાંચેલું ભૂલી જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાળકો પરીક્ષામાં જવાબો યાદ રાખતા નથી, બલ્કે તેને યાદ રાખે છે. જેના કારણે તેઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા માટે 20 લાખ ખાખી, એક લાખ બારકોડ સ્ટીકર ખરીદશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષ માટેની પરીક્ષાઓ માટે આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં પરીક્ષા માટે 20 લાખ ખાખી સ્ટીકર અને એક લાખ વાઈટ બારકોડ સ્ટીકર ખરીદવાની દરખાસ્ત કુલપતિ ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ફાઈનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. આ માટે કુલ રૂપિયા 7 લાખ 75000 જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. […]

ગુજરાતઃ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની માર્કશીટનું સોમવારે વિતરણ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત તા. 4નાં રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરી દેવાયા બાદ વિદ્યાર્થીઓની માર્કસશીટનું વિતરણ આગામી તા. 13ને સોમવારે સવારનાં 10 થી 6 કલાક દરમિયાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ […]

ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ  થયા છે. અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. જેના માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે નવા સત્રથી દરેક પરીક્ષાને લોકો ઓનલાઈન જોઈ શકશે

રાજકોટ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી તમામ પરીક્ષાઓના ખંડમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરીને લોકો પરીક્ષાર્થીઓને પરીક્ષા આપતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ સારો છે, અને અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણરૂપ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવતી દરેક પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code