1. Home
  2. Tag "Fine"

આઈપીએલઃ સ્લોઓવર રેટ મામલે બીસીસીઆઈએ લખનૌના કેપ્ટનને ફટકાર્યો દંડ

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતને મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઈપણ બોલિંગ ટીમને 20 ઓવર પૂર્ણ કરવા માટેનો નિર્ધારિત સમય 90 મિનિટ છે. લખનૌની ટીમ નિર્ધારિત સમય કરતાં એક ઓવર પાછળ દોડી રહી હતી. આના કારણે તેને અંતિમ ઓવરમાં […]

ડ્રાઈવિંગ લાયન્સની મુદત પૂર્ણ થયા બાદ રિન્યુ ન કરવામાં આવે તો વાહન ચાલકને થાય છે મોટો દંડ

વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે 50 સીસીથી ઉપરનું વાહન ચલાવી શકતા નથી. જો તમે લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાશો, તો તમારે ભારે દંડ ભરવો પડશે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા 20 વર્ષ સુધીની હોય છે. આ સમયગાળો પૂર્ણ થયા પછી, તમારે તમારું લાઇસન્સ ફરીથી રિન્યુ કરાવવું પડશે, તો […]

દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોમાં પેટ્રોલ ભરનાર પંપ સંચાલકોને દંડ કરાશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં નવી સરકાર બનતાની સાથે જ ભાજપ એક્શનમાં આવી ગયું છે. પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે એક્શન મોડમાં કામ કરવાનું શરૂ કર્યું છે. દિલ્હીમાં પેટ્રોલ પંપ માલિકો માટે સરકારે કડક નિયમો બનાવ્યા છે. જો પેટ્રોલ પંપ સંચાલકો 15 વર્ષથી વધુ જૂના વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોમાં પેટ્રોલ ભરે છે, તો તેમને […]

સેબીએ સાયબર સુરક્ષામાં ચૂક બદલ ‘ICCL’ને રૂપિયા 5.05 કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જની પેટાકંપની ઈન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન પર સાયબર સુરક્ષા અને સિસ્ટમ ઓડિટ સંબંધિત ધોરણોનું પાલન ના કરવા બદલ 5.05 કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીએ ડિસેમ્બર 2022 અને જુલાઈ 2023 વચ્ચે ICCLનું નિરીક્ષણ કર્યું અને બાદમાં ઓક્ટોબર 2024માં ‘કારણ દર્શક’ નોટિસ જાહેર કરી. તારણોની સમીક્ષા કર્યા પછી, બજાર […]

બિનજરૂરી હોર્ન વગાડવાથી થાય છે ગંભીર નુકસાન, તેના કારણે ચલણ પણ કપાઈ શકે છે

ભારતના રસ્તાઓ પર ટ્રાફિક અને ઘોંઘાટ સામાન્ય વાત છે, પણ સૌથી વધારે પરેશાન કરતી બાબત બિનજરૂરી હોર્ન વગાડવી છે. કેટલાક લોકો થોડી વાર થાય તો પણ જોરથી હોર્ન વગાડવાનું શરૂ કરી દે છે, જેનાથી રસ્તા પર ચાલતા લોકોને તો મુશ્કેલી પડે છે, પરંતુ તેની અસર આપણા સ્વાસ્થ્ય, સમાજ અને પર્યાવરણ પર પણ પડે છે. હકિકતમાં, […]

પ્રદુષણને અટકાવવા માટે સરકારે પરાળ સળગાવવા મામલે દંડ ડબલ કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે વધતા પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે મહત્વનો નિર્ણય લઈને પરાળ સળગાવવાના દંડમાં વધારો કર્યો છે. માહિતી અનુસાર, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, ભારત સરકારે બે એકરથી ઓછી જમીન પર પરાળ સળગાવવા પર 5000 રૂપિયા અને બે એકરથી વધુ જમીન પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ […]

છેતરપીંડી કેસમાં બેંકના તત્કાલીન સિનિયર મેનેજરને રૂ.15.06 કરોડનો દંડ અને 7 વર્ષની કેદની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ ગાંધીનગરના વિશેષ ન્યાયાધીશે આરોપી શ્રીમતી પ્રીતિ વિજય સાહજવાણી, તત્કાલીન સિનિયર મેનેજર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી) વસ્ત્રાપુર શાખા, અમદાવાદને ફોજદારી વિશ્વાસઘાત, કિંમતી સુરક્ષા માટે બનાવટ, બનાવટી દસ્તાવેજને અસલી તરીકે ઉપયોગ કરવા અને બેંકને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના ગુનામાં રૂ. 15,06,50,000ના દંડ સાથે 7 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે ફટકારવામાં આવેલા દંડમાંથી 15 કરોડ રૂપિયા […]

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન લગાવતાં બિલ્ડર્સ પાસેથી 66 લાખનો દંડ વસુલાયો

અમદાવાદ:  શહેરમાં છેલ્લા મહિનાઓથી હવાનું પ્રદુષણ વધતું જાય છે. શહેરમાં વધી રહેલા હવાના પ્રદૂષણથી ક્રોનિક બ્રોન્કાઇટિસ, ખાંસી, શ્વાસનળીમાં સોજો જેવી બિમારીના કેસમાં વધી રહ્યા છે. ત્યારે  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા તબક્કાવાર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.  મ્યુનિ. કમિશનર એમ થેન્નારસના આદેશ બાદ શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત ગ્રીન નેટ બાંધવામાં […]

અમદાવાદમાં ચાની કીટલીઓ પર પેપર કપ મળશે તો મ્યુનિ. દ્વારા દંડનીય કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં ઘણીબધી ચાની કીટલીઓ પર પેર કપમાં ચા આપવામાં આવે છે. પેપર કપમાં ગરમા ગરમ ચા આપવાની લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. એટલે મ્યુનિ.ના સેલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પેપર કપના ઉપયોગ સામે ઝૂંબેશ આદરવામાં આવશે. દરમિયાન  મ્યુનિસિપલ કમિશનરે સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.  શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો […]

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન 40 કિલોથી વધુ સામાન હશે તો દંડ કરાશે, રેલવે મંત્રાલયે આપી માહિતી

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ 40 કિલો જ સામાન લઈ જઈ શકશે. વિમાનની જેમ હવે ટ્રેનોમાં પણ  પ્રવાસીઓ માટે લગેજનો નિયમ લાગુ પડશે. ઘણાબધા પ્રવાસીઓ નિયત કરતા વધુ લગેજ સાથે લઈ જતાં હોય છે. તેના લીઘે અન્ય પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. ટ્રેનોમાં આમને-સામને બન્ને સીટ પર કુલ 6 પ્રવાસીઓની બેઠક હોય છે. એટલે પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code