1. Home
  2. Tag "firing"

PoK થી કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોના ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર

શ્રીનગર: ઉત્તર કાશ્મીરમાં LoC પર માછલ (કુપવાડા) સેક્ટરમાં સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટના પ્રદેશના કામકાડી વિસ્તારમાં બની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોએ કેટલાક સશસ્ત્ર તત્વોને કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરથી […]

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ પર સુરક્ષા દળોના ગોળીબારમાં 12 નાગરિકોના મોત

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (PoK) માં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા બાદ ઓછામાં ઓછા 12 નાગરિકો માર્યા ગયા છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનોનું સાક્ષી છે. આ વિરોધ પ્રદર્શનો સરકાર દ્વારા 38 મુખ્ય માંગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળતા સામે શરૂ થયા હતા, પરંતુ હવે તે સૈન્યની મનમાની અને અન્ય અત્યાચારો સામે એક વ્યાપક આંદોલનમાં […]

પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા, ઉરી અને અખનૂરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાની સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે અને ભારતીય સેનાને ઉશ્કેરી રહી છે. ભારતીય સેનાના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. આ અધિકારીના જણાવ્યા અનુસાર, 30 એપ્રિલ અને 01 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ […]

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં LoC પર કેટલીક જગ્યાએ કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર કેટલીક જગ્યાએ ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ નાના હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. વધુ માહિતી એકત્રિત […]

ધ્રાંગધ્રા નજીક ફાર્મહાઉસમાં ઘૂંસીને ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓ પકડાયા

ફાર્મ હાઉસના દરવાજા સાથે કાર અથડાવી ફાર્મમાં ઘૂંસીને ફાયરિંગ કર્યું હતું એક આરોપી સામે પાસા હેઠળ ગુનો પણ નોંધાયેલો છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલા એક ફાર્મમાં માથાભારે ગણાતા ત્રણ શખસોએ પૂર ઝડપે કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાવીને ફાર્મ હાઉસમાં ઘૂંસીને તેના માલિકને ધમકી આપીને ફાયરિંગ કરતા આજુબાજુના […]

મણિપુરમાં સીએરપીએફ કેમ્પસમાં જવાને કરેલા ગોળીબારમાં બે જવાનના અવસાન

નવી દિલ્હીઃ મણિપુરમાં, એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી હતી. આ ગોળીબારમાં બે સૈનિકોના અવસાન થયા છે જ્યારે 8 જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફાલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. અહેવાલ મુજબ, 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનમાંથી […]

રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર

અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી […]

પલસાણાના ટુંડીગામે ક્રિકેટના ઝગડામાં એક્સ આર્મીમેનના પૂત્રએ કર્યુ ફાયરિંગ

ક્રિકેટના ઝગડામાં ચાર લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા ઉશ્કેરાયેલા ટોળાંએ એક્સ આર્મીમેનના ઘર પર કર્યો હુમલો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતઃ  જિલ્લાના પલસાણાના ટુંડી ગામે સામાન્ય બાબતમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. ટુંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20 લોકોએ એકસાથે EX આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો. જેથી […]

સંભલ હિંસાઃ આરોપીઓએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનમાં બનેલા કારતુસનો થયો હતો ઉપયોગ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદ ખાતે સર્વે ગયેલી ટીમ અને પોલીસ ઉપર તોફાની ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ તોફાનીઓએ પોલીસ ઉપર ગેરકાયદે હથિયારોમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પોતાની પાસેના જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેમાં […]

કડીના ખેરપુર ગામે લોક ડાયરામાં યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

ફાયરિંગ કરતો ઘટનાનો વિડિયો સાશ્યલ મીડિયામાં થયો વાયરલ, નંદાસણ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી, જાહેરમાં ફાયરિંગ કરતા ડાયરાની મોજ માણી રહેલા લોકો ડરી ગયા હતા મહેસાણાઃ કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાયેલા લોક ડાયરાના કાર્યક્રમ ટાણે લોકો ડાયરાની મોજ માણી રહ્યા હતા. ત્યારે એક યુવાને મોજમાં આવી જઈને બંદુકમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code