1. Home
  2. Tag "firing"

મણિપુરમાં સીએરપીએફ કેમ્પસમાં જવાને કરેલા ગોળીબારમાં બે જવાનના અવસાન

નવી દિલ્હીઃ મણિપુરમાં, એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી હતી. આ ગોળીબારમાં બે સૈનિકોના અવસાન થયા છે જ્યારે 8 જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફાલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. અહેવાલ મુજબ, 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનમાંથી […]

રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર

અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી […]

પલસાણાના ટુંડીગામે ક્રિકેટના ઝગડામાં એક્સ આર્મીમેનના પૂત્રએ કર્યુ ફાયરિંગ

ક્રિકેટના ઝગડામાં ચાર લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા ઉશ્કેરાયેલા ટોળાંએ એક્સ આર્મીમેનના ઘર પર કર્યો હુમલો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતઃ  જિલ્લાના પલસાણાના ટુંડી ગામે સામાન્ય બાબતમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. ટુંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20 લોકોએ એકસાથે EX આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો. જેથી […]

સંભલ હિંસાઃ આરોપીઓએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનમાં બનેલા કારતુસનો થયો હતો ઉપયોગ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદ ખાતે સર્વે ગયેલી ટીમ અને પોલીસ ઉપર તોફાની ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ તોફાનીઓએ પોલીસ ઉપર ગેરકાયદે હથિયારોમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પોતાની પાસેના જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેમાં […]

કડીના ખેરપુર ગામે લોક ડાયરામાં યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

ફાયરિંગ કરતો ઘટનાનો વિડિયો સાશ્યલ મીડિયામાં થયો વાયરલ, નંદાસણ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી, જાહેરમાં ફાયરિંગ કરતા ડાયરાની મોજ માણી રહેલા લોકો ડરી ગયા હતા મહેસાણાઃ કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાયેલા લોક ડાયરાના કાર્યક્રમ ટાણે લોકો ડાયરાની મોજ માણી રહ્યા હતા. ત્યારે એક યુવાને મોજમાં આવી જઈને બંદુકમાંથી […]

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યું ફાયરિંગ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે તેમજ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર માનવામાં આવે છે. જે હાલ એક સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા છે. આ આતંકવાદી પ્રવૃતિની […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો, ત્રાલમાં આતંકવાદીઓએ મજૂરને ગોળી મારી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ પુલવામામાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. ગોળીથી કામદાર ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત ખતરાની બહાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના એક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી પ્રીતમ […]

સુદામડા ગામે ખનીજચોરીની ફરિયાદ કરનારા પર અંધાધૂંધ ફાયરિંગ

ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ, માથાભારે શખસોએ ઘરમાં લગાવેલા સીસીટીવી પણ તોડી નાંખ્યા, SP સહિત પોલીસ કાફલો દોડી ગયો સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં ખનીજચોરી અંગેની ફરિયાદને લીધે અદાવત રાખીને ફરિયાદીના ઘર પર રાતના સમયે અંધાધૂંધ ફાયરિગંનો બનાવ બન્યો હતો. ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરીને […]

મણિપુરમાં ફરીથી હિંસાની ઘટના, ગોળીબારમાં પાંચના મોતની આશંકા

સુરક્ષાદળોએ ઉગ્રવાદીઓના બંકર ધ્વસ કર્યાં છેલ્લા કેટલાક દિવસથી હિંસાના બનાવોમાં વધારો નવી દિલ્હીઃ મણિપુરમં કુકી અને મૈતેઈ વચ્ચેની હિંસક અથડામણ અટકી રહી નથી. મણિપુરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓછાવત્તા અંશે શાંતિ હતી, પરંતુ હવે ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારત હિંસાની આગમાં સળગવા લાગ્યું છે. રોકેટ હુમલાથી સર્જાયેલી ગભરાટનો હજુ અંત આવ્યો ન હતો ત્યારે શનિવારે સવારે ફરી […]

તેલંગાણામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબાર, છના મોત

બે મહિલા કેડર સહિત છ માઓવાદી ઠાર મરાયાં આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત સિકંદરાબાદઃ તેલંગાણાના ભદ્રાહી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સભ્યો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં માઓવાદી સંગઠનની બે મહિલા કેડર સહિત છ માઓવાદીઓના મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને તરફથી થયેલા ગોળીબારમાં તેલંગાણા પોલીસની નક્સલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code