1. Home
  2. Tag "Gamkhwar accident"

રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત

મોટરકારે બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર જયપુરઃ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં મોડી રાત્રે એક કારે બે બાઇકને ટક્કર મારી હતી, આ દૂર્ઘટનામાં છ યુવાનોના મોત થયા હતા. બિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ રામે જણાવ્યું હતું કે, સુરતગઢ-અનુપગઢ રાજ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતગઢ-અનુપગઢ માર્ગ ઉપર […]

વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મોત

અમદાવાદઃ વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે રોડ પર 4 કિમી જેટલો ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં […]

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર તીર્થયાત્રીઓને લઈ જતી બસ ટ્રેક્ટર સાથે અથડાતાં પાંચના મોતની આશંકા સેવાઈ રહી છે જ્યારે 42 વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં 54 ‘વારકારીઓ’ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) હતા જેઓ અષાઢી એકાદશીની ઉજવણીમાં ભાગ લેવા માટે મુંબઈ નજીક થાણે જિલ્લામાં તેમના વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતા. નવી મુંબઈમાં […]

કર્ણાટકના હાવેરીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 વ્યક્તિના મોત

બેંગ્લોરઃ કર્ણાટકના હાવેરી જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. આ અકસ્માત પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે અકસ્માતગ્રસ્ત બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જતી મીની બસ બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસિંગ […]

ઝારખંડના ધનબાદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત

ધનબાદ: ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ઘટના બની છે. ધનબાદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પીએમ […]

ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 10ના મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં મુસાફરો ભરેલુ એક ટેમ્પો ટ્રાવેલર વાહન કાબુ બહાર જઈ અલકનંદા નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં લગભગ 10 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]

અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ મોટરકાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા હાઈવે નડિયાદ નજીકથી અમદાવાદ પાર્સિંગની કાર પસાર થઈ […]

આસામમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 14ના મોતની આશંકા

ગોલાઘાટ: આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાનું વહન કરતી એક ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 30 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોલાઘાટ જિલ્લાના દેરગાંવ નજીક બાલીજાન પાસેથી મુસાફરો ભરેલી બસ પસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code