1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં રોડ પર બમ્પને લીધે ટ્રેકટરમાંથી ગબડી જતા 6 વર્ષની બાળકીનું મોત

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: શહેરના સેક્ટર-24  સાઈબાબા ચાર રસ્તા પાસે આજે સવારે ટ્રેક્ટરચાલક પિતાએ ગફલતભરી રીતે રોડ પરનો બમ્પ કુદાવતા ટ્રેકટરમાંથી 6 વર્ષની દીકરી ઉછળીને રોડ પર પટકાઈ હતી. એજ ઘડીએ માતાની નજર સામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ

આણંદ, 23 ફેબ્રુઆરી, 2026- Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧/૦૨/ર૦૨૬ ના રોજ વડોદરા જીલ્લાના બાવળીયા ગામે “પ્રાકૃતિક કૃષિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. જે. એચ. ચૌધરી, યુનિટ અધિકારી, નર્મદા પિયત સંશોધન યોજના, આ.કૃ.યુ., ખાંધા […]

બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬ ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’

અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – Congress to hold ‘Jan Aakrosh Sabha’ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે […]

ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે બુલેટે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત

ગાંધીનગર,12 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરિતા ઉદ્યાન પાસે બુલેટ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. શહેરના ઇન્દ્રોડા કટ પાસે બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતા એક રોયલ એનફિલ્ડ બુલેટના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકસવારબંને યુવાનના મોત નીપજ્યા […]

ગુજરાતઃ ડબલ સીઝનનો માહોલ, સવારે ઠંડી અને બપોરે પારો 34 ડીગ્રીને પાર

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં હાલ હવામાનનો મિજાજ એકાએક બદલાયો છે, જેના કારણે રાજ્યવાસીઓ ‘બેવડી ઋતુ’ (Double Season) નો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ સૂર્યપ્રકાશ વધતાની સાથે જ બપોરના સમયે ગરમીનો આકરો મિજાજ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં […]

ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણના દાવા પણ સેકટર 12માં એક કલાક અપાતુ નથી

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજના અમલમાં છે. અને મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા 24 કલાક નાગરિકોને પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના સેક્ટર-12માં પુરા એક કલાક પણ પાણી  મળતું ન હોવાની ફરિયાદ ઊઠી છે. સેક્ટર-12માં છેલ્લા કેટલાક સમયથી પાણીના વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં […]

ગાંધીનગરમાં દોડતા ડમ્પરોમાં રેતી-કપચી ઢાંકેલા નહીં હોય તો 10 હજારનો દંડ કરાશે

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં એર પોલ્યુશન વધતું જાય છે. શહેરમાં અનેક નવા બિલ્ડિંગો બની રહ્યા છે. બિલ્ડિંગો માટે રેતિ, કપચી અને માટી ભરેલા ડમ્પરો પર તાડપત્રી કે યોગ્ય કવરથી ઢાંકવામાં ન આવતા ડમ્પરો દોડે ત્યારે માટી-કપચી અને રેતી ઉડતી હોય છે. જેના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા […]

ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026:  ગાંધીનગરના દેહગામમાં આવેલી એક સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને હોમવર્ક ન લાવતા શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલે લાફો માર્યો હતો, આથી વિદ્યાર્થિનીને ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં બહેરાશની તકલીફ થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, તેનો કેસ ચાલી જતા આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને ફોજદારી […]

ગાંધીનગરનું નવું ‘ઓક્સિજન હબ’: ડમ્પિંગ સાઈટમાંથી નિર્મિત ભવ્ય અમૃત સરોવર

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગાંધીનગરના કોલવડામાં આવેલું ‘અમૃત સરોવર’ આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. જે સ્થળ અગાઉ માત્ર એક ડમ્પિંગ સાઈટ તરીકે ઓળખાતું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 8.47 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે. ‘અમૃત 2.0’ […]

ગાંધીનગરમાં રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, અગ્રણીઓએ શુ કહ્યું, જાણો

ગાંધીનગર, 27 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં રામકથાના મેદાનમાં ગત મધરાત બાદ 3 વાગ્યે ઠાકોર ક્ષત્રિય સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું. ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code