1. Home
  2. Tag "government"

સરકાર હવે મગફળી અને અન્ય પાકની ટેકાના ભાવે કરશે ખરીદી, 2.30 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતના પાકની દર વર્ષે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સરકારે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત ડાંગર અને બાજરીના […]

રાજ્યમાં RTE અંતર્ગત ખાનગી શાળાઓને પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી સરકાર 30 ટકા વધુ ચુકવશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત રાજ્યમાં તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો નબળા અને  વંચિત જુથના બાળકોને ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોની ફી સરકાર ચૂકવે છે. જેની રકમ 10 […]

કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ […]

સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ ચાર દિવસની હિમાચલપ્રદેશની મુલાકાતે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહ યોજાયો 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો એનાયત કરાયાં દિલ્હીઃ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સરકાર સીએજી જેવી સંસ્થાઓની સલાહ ઉપર સરકાર ગંભીરતાથી વિચારશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે 2018 અને 2019 બેચના ભારતીય […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આખી સરકાર રિમોટ કન્ટ્રેલથી જ ચાલશેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ  દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની  ઉપસ્થિતિમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા હવે ભુપેન્દ્ર પટેલની  આખી નવી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે. ફરી એકવાર અધિકાર રાજનો ભોગ ગુજરાતની જનતા બનશે. […]

અમદાવાદ: વાયુ પ્રદુષણને મુદ્દે હાઈકોર્ટની ગુજરાત સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

અમદાવાદઃ રાજ્યના શહેરી વિસ્તારોમાં વધતા જતાં  વાયુ પ્રદુષણનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ, અંકલેશ્વર, સુરત, રાજકોટ, વડોદરા, વાપી સહિતના શહેરોમાં પ્રદુષિત હવાને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો કોર્ટે ગંભીર ગણ્યો છે. વિવિધ ઉદ્યોગો મારફતે કોલસા બાળવાના કારણે હવામાં ફેલાતું પ્રદુષણ ડામવા નક્કર પગલાં જરૂરી હોવાની અરજદારે રજૂઆત કરી છે. શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી […]

IIT ગાંધીનગરઃ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને પારદર્શક એન્ટિ-વાયરલ સરફેસ કોટિંગ વિકસાવ્યું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોનાની મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે.તેમજ વાયરલ ચેપ અને તેનું સંક્રમણ એ જાહેર આરોગ્યના મુખ્ય જોખમો છે જે શરદી, ફલૂ, ઓરી અને ચિકનપોક્સ જેવા રોગોનું કારણ બને છે. કેટલીકવાર આ વાયરલ ચેપ, ડિહાઇડ્રેશન, ન્યુમોનિયા અને અન્ય ચેપ જેવા ગંભીર, સંભવત: જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પરિવર્તિત થઈ […]

પર્યાવરણના જતન માટે હરિયાણા સરકારની અનોખી પહેલઃ 75 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોને આપશે પેન્શન

દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગની સામનો કરતા દુનિયાના વિવિધ દેશો પર્યાવરણના જતન માટે કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન હરિયાણા સરકારે વૃક્ષોના જતન માટે મહત્વનો નિર્ણય લીધો છે. હરિયાણામાં 75 વર્ષથી વધુની ઉંમરના લગભગ 2550 વૃક્ષોને પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓક્સિ-વન પરિયોજના હેઠળ આવા વૃક્ષોના જતન માટે દર વર્ષે રૂ. 2500નું પેન્શન આપવામાં આવ્યો છે. આ […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9થી 12ને સળંગ એકમ ગણી વર્ગદીઠ બે શિક્ષકો રાખવા સંચાલક મંડળની રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં  નવી શિક્ષણ નીતિનો અમલ થાય તે પહેલા જ શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડને કેટલીક ભલામણો કરી છે. જેમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9થી12ને સળંગ એકમ જાહેર કરીને વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત હાલ ધોરણ 10 અને ધોરણ 12 એમ બે વખત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલસી) આપવામાં આવે છે […]

શ્રાવણ મહિનામાં તહેવારોની ઊજવણી માટે સરકાર ગાઈડલાઈન બનાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ  પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાના આગમનને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. શ્રાવણના પ્રારંભ  સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઊજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code