1. Home
  2. Tag "Granted Schools"

ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્ર બાદ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી જ્ઞાન સહાયકોની નિમણૂંક સામે વિરોધ

રાજકોટઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્રથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરીને જ્ઞાન સહાયકોની નિમણૂક કરતા તેની શિક્ષમ પર અસર પડી રહી છે. અને બોર્ડના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  આ અંગે ગ્રાન્ટેડ સ્કૂલોની સંકલન સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. અને એવી માગણી કરી […]

વિકલ્પ અપાયો હોય એવી ગ્રાન્ટેડ શાળાઓને ફી વધારાની મંજુરી આપવા સંચાલકોની માગ

અમદાવાદઃ ગુજરાતમાં જે ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ મળતી નથી, તેવી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરેલી ફી વસુલતી હોય છે. આ ફી અપુરતી છે. એનાથી શાળા સંચાલનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દર મહિનો કોમ્પ્યુટરની 125 રૂપિયા ફી ભરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોના પડતર પ્રશ્નો માટે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નો હલ પણ કરી દીધા છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે હાલ કોમ્પ્યુટર વિષયની દર મહિને 50 રૂપિયા ફી લેવામાં  આવે છે. જેમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. હવે ધોરણ 9થી […]

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા પર લેક્ચરની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોનું પડતર પ્રશ્નોના  નિરાકરણ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ત્યારે શાળા સંચાલકોએ જે શાળાઓમાં આચાર્યોની […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વર્ગદીઠ સંખ્યાના નિયમમાં ફેરફાર કરવા શાળાસંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારની ગ્રાન્ટ કાપવાની નીતિને કારણે છેલ્લા વર્ષોમાં 50 ટકા શાળાઓ બંધ થઈ ગઈ છે. સંચાલકોની વારંવારની માગણી બાદ અંતે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રાન્ટ કાપની નીતિ દુર કરી દીધી છે. હવે ઓછુ પરિણામ આવશે તો પણ શાળાઓની ગ્રાન્ટ […]

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કપાય, હવે શાળાઓને સોએ સો ટકા ગ્રાન્ટ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો અને કર્માચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં ધેરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાનું ઓછુ પરિમાણ આવે તો શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી. કોરોના કાળને લીધે તો ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓના ઓછા પરિણામને લીધે શાળાની ગ્રાન્ટો કાપી લેવામાં આવી હતી, […]

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતીના બીજા રાઉન્ડ માટે ત્વરિત નિર્ણય લેવા સંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો કર્માચારીઓ અને શિક્ષકો પોતાના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. કારણ કે, શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓની ખાલી જગ્યાઓ પુરાતી નથી. ધણીબધી શાળાઓમાં તો આચાર્યોની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે, આથી શાળાઓની વહિવટી કામગીરી પર વિપરિત અસર પડતી હોવાની રજુઆતો બાદ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યોની ભરતી પ્રકિયા શરૂ […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી, રજુઆતો છતાંયે સરકાર નિષ્ક્રિય

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 45 દિવસ વિતિ ગયા છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી નથી. એટલે વિદ્યાર્થીઓના ભણતરને માઠી અસર પડી રહી છે. શાળાને સંચાલકોએ સરકારને અગાઉ અનેકવાર રજુઆતો કર્યા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. ગ્રાન્ટેડ સ્કૂશાળાઓના સંચાલકોની અનેક રજૂઆત અને માંગણીઓ છે, જે પૂરી થાય તો શાળાઓમાં ગરીબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code