રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સના જંગી જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને નાથવા માટે પોલીસે ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા અને નશાના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળની ટીમે રાજકોટમાંથી કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે લગભગ 31 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી […]