1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સના જંગી જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સના જંગી જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સના જંગી જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને નાથવા માટે પોલીસે ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા અને નશાના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળની ટીમે રાજકોટમાંથી કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે લગભગ 31 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રગ્સ પેડલર જંગી માત્રામાં ડ્રગ્સનું વેચાણ કરવા માટે રાજકોટ આવ્યો હોવાની એટીએસની ટીમને બાતમી મળી હતી. જેના આધારે એટીએસની ટીમે તપાસ આરંભી હતી. દરમિયાન રાજકોટ ગ્રામ્યના જામનગર રોડ ઉપરથી એટીએસની ટીમે એક શખ્સને 31 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 214 કરોડ જેટલી થતી હોવાનું જાણવા મળે છે. ડ્રગ્સ પેડલર પાસેથી નશીલા દ્રવ્યોનો જંગી જથ્થો મળી આવતા એટીએસના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બીજી તરફ એટીએસની કામગીરીને પગલે રાજકોટ પોલીસે હરકતમાં આવ્યું હતું. આ પ્રકરણમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર એટીએસની ટીમ ડ્રગ્સના જંગી જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને લઈને અમદાવાદ આવવા રવાના થઈ હતી. આરોપી ઘણા સમયથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ડ્રગ્સના કેસમાં પોલીસે 3 શખ્સોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટના અંગે એટીએસની ટીમે ગુનો નોંધવાની કવાયત આરંભી હતી. તેમજ આરોપીને કોર્ટમાં રજુ કરીને પોલીસ પૂછપરછ માટે રિમાન્ડ મેળવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code