1. Home
  2. Tag "Gujarat Visit"

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે, દ્રોપદી મુર્મુ સોમનાથ મહાદેવજીના દર્શન કરી ધ્વજારોહણ કરશે, રાષ્ટ્રપતિના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે. અને ત્યારબાદ સોમનાથ મહાદેવજીના દર્શન માટે જશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને વહિવટી […]

જુનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી કાલે આવશે

કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો હતો, રાહુલ ગાંધી કાલે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે, સાજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે જુનાગઢઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027ના વર્ષમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ […]

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારની મુલાકાત લીધી છે. ઓમર અબ્દુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વખાણ કર્યા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની આ યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ લખ્યું કે, કાશ્મીરથી કેવડિયા […]

રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ત્રિદિવસીય શિબિરનું કર્યુ ઉદઘાટન

વડોદરામાં રાહુલ ગાંધી સમક્ષ કોંગ્રેસ કાર્યકરએ હૈયાવરાળ ઠાલવી, ગંભીરા બ્રિજના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી, દૂધ ઉત્પાદકો સાથે પણ રાહુ ગાંધીની બેઠક ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે વડોદરા પહેચતા તેમનું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ગુજરાતની બે વખત મુલાકાતે આવશે

વડાપ્રધાન 3 માર્ચે સાસણમાં, તેમજ 7 અને 8 માર્ચે સુરત-નવસારીની મુલાકાતે આવશે, ગીરમાં 3000 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોંચિંગ પીએમ કરશે સુરતમાં વડાપ્રધાનનો રોડ શો યોજાશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માર્ચ મહિનામાં ગુજરાતની બેવાર મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ગોઠવાય રહ્યો છે, જેમાં 3જી માર્ચ અને ત્યારબાદ 7મી માર્ચથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે […]

સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ અપાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા […]

દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ: પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ […]

ગાંધીનગરમાં તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો. જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ […]

અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને આવતીકાલે શનિવારે બપોરના 2.30 કલાકે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત […]

એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો દેશ આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યોઃ અમિત શાહ

અમદાવાદઃ સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ  હતી.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code