1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સોમવારથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, 437 કેન્દ્રો નક્કી કરાયા

ગાંધીનગરઃ  ગુજરાતમાં  ખેડૂતોને તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને ઈ-પોર્ટલ પર ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી હતી.  જેના ભાગરૂપે તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચને સોમવારથી ટેકાના ભાવે ખરીદીનો 437 કેન્દ્રો પરથી પ્રારંભ કરાશે, જે 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો […]

ગુજરાતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો, બે દિવસમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના આગમન સાથે જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. આ વખતે ઉનાળો વધુ આંકરો બનશે એવા પ્રારંભથી સંકેતો મળી રહ્યા છે. હાલ પશ્વિમ અને ઉત્તર પશ્વિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી […]

ગુજરાતના વર્ગ-3ના કર્મચારીઓથી લઈને અધિકારીઓએ પોતાની મિલક્તો જાહેર કરવી પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો નિયમ છે. ઘણા અધિકારીઓ પોતાની મિલક્તો જાહેર કરતા નથી. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને અધિકારીઓને પોતાની મિલકતો જાહેર કરવાની તાકીદ કરવામાં આવતી હોય છે. હવે વર્ગ-3ના કરાર આધારિત સહિત તમામ કાયમી વર્ગ-3ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આગામી 15મી મે સુધીમાં પોતાની સ્થાવર […]

ગુજરાતઃ યુથ ઓલિમ્પિક- 2029 અને ઓલમ્પિક- 2036ના આયોજન માટે તૈયારીઓનો પ્રારંભ

અમદાવાદઃ યુથ ઓલમ્પિક-2029 અને ઓલિમ્પિક-2036ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત રાજ્યમંત્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ NGOએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ શહેરી […]

ગુજરાતમાં ફાગણના આગમન સાથે જ ગરમીમાં વધારો, 5 દિવસમાં તાપમાન 37 ડિગ્રી વટાવી જશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનો પારો 35 ડિગ્રીને વટાલી ગયો છે. પણ ચાર-પાંચ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જાય એવી શક્યતા છે. હાલ પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો […]

ગુજરાતમાં નર્મદા નદી કિનારાના 320 કિમીના પરિક્રમા પથનો 40 કરોડના ખર્ચે વિકાસ કરાશે

ગાંધીનગરઃ નર્મદા નદીની પરિક્રમા કરવાનું વિશેષ મહાત્મ્ય છે.  દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં નર્મદા નદીકાંઠાના બન્ને બાજુ 320 કિમીના પરિક્રમા પથને અંદાજિત 40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદીના પરિક્રમાના […]

ગુજરાતમાં પશુ સારવાર માટે 110 મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત, નવા 17 ઉમેરાશે, કૃષિમંત્રી

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન અને ડેરી ક્ષેત્રને ખૂબ મહત્વ આપી રહી છે. ગુજરાતના પશુપાલકોને આર્થિક ઉન્નતિ તેમજ તેમના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે મક્કમ નિર્ધાર કર્યો છે. તેમણે કહ્યું કે, પશુપાલન […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 7 ઉમેદવારોનાં નામ જાહેર,બે MLA પણ ટિકિટ મળી

અમદાવાદઃ  કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ આપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 43 ઉમેદવારોની […]

ગુજરાતઃ ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો, વીજ ગ્રાહકોને મળશે મોટી રાહત

ગાંધીનગરઃ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ […]

હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?

નવી દિલ્હી: હરિયાણામાં મોટી રાજકીય સર્જરી કરવામાં આવી છે. આ પોલિટિલ સર્જરી ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોએ કરી છે અને તેનાથી ઘણાં રાજકીય નિશાન સાધ્યા છે. નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને પછાત વર્ગોને સાધવાની કોશિશ કરી છે. જેનાથી હરિયાણામાં રાજકીય સમીકરણો એકદમ બદલાય ગયા છે. તેના પછી ત્યાં મુકાબલો જાટ વર્સિસ જાટનો થઈ જશે. ગુજરાતની તર્જ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code