1. Home
  2. ગુજરાતી
  3. હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?
હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?

હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?

0
Social Share

નવી દિલ્હી: હરિયાણામાં મોટી રાજકીય સર્જરી કરવામાં આવી છે. આ પોલિટિલ સર્જરી ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોએ કરી છે અને તેનાથી ઘણાં રાજકીય નિશાન સાધ્યા છે. નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને પછાત વર્ગોને સાધવાની કોશિશ કરી છે. જેનાથી હરિયાણામાં રાજકીય સમીકરણો એકદમ બદલાય ગયા છે. તેના પછી ત્યાં મુકાબલો જાટ વર્સિસ જાટનો થઈ જશે.

ગુજરાતની તર્જ પર સજાવાયેલી રાજકીય ચોપાટથી ભાજપ નેતૃત્વએ લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીઓની તસવીર પણ સ્પષ્ટ કરી દીધી છે. રાજકીય જાણકારો પ્રમાણે, બાજપ તરફથી ઉઠાવવામાં આવેલા આ રાજકીય પગલાથી પાર્ટીને મોટું માઈલેજ મળવાનું છે. હરિયાણામાં ઉઠાવવામાં આવેલા રાજકીય પગલાની આહટ રાજકીય વર્તુળઓમાં પહેલેથી જ સંભળાય રહી હતી. તો આ મોટી રાજકીય ઉથલપાથલમાં જેજેપી માટે મોટા પડકારો સામે આવ્યા છે. જો કે કોંગ્રેસ તેને એક આયોજનબદ્ધ રણનીતિ ગણાવી રહી છે. રાજકીય જાણકારોનું એ પણ માનવું છે કે ભાજપ અને જેજેપીના ગઠબંધનનું તૂટવું બંને પાર્ટીઓ માટે સુખદ છે. બંને પક્ષોની વોટબેંકો અલગ-અલગ છે. ત્યારે હવે ચૂંટણી પહેલા જેજેપી તમામ બેઠકો પર ચૂંટણી લડશે અને મોટી સંભાવના છે કે જાટ વોટમાં ગાબડું પડશે. જેનું નુકશાન કોંગ્રેસને સહન કરવું પડશે.

હરિયાણામાં જેજેપી દ્વારા સીટ માંગ્યા બાદ અહીંનું રાજકારણ ગરમ થઈ ગયું. રાજકીય જાણકારો મુજબ, આ રાજકીય ઉથલપાથલમાં ભાજપના રણનીતિકારોએ દૂરંદેશી રાજકીય પરિદ્રશ્યને નજરમાં રાખતા મોટો નિર્ણય કરવાની યોજના બનાવી છે. તેના કારણે સૌથી પહેલા કેબિનેટનું રાજીનામું આપીને ફરીથી મંત્રીમંડળની શપથ લેવાની તૈયારી કરવામાં આવી છે. રાજકીય વિશ્લેષક અને સિનિયર જર્નાલિસ્ટ અરવિંદ ધીમાને કહ્યુ છે કે હરિયાણાની આખી રાજકીય ઉથલપાથલને જો જોવામાં આવે, તેના ઘણાં અર્થ સામે આવે છે. પહેલો એ છે કે ભાજપે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીના દ્રષ્ટિકોણથી મોટો રાજકીય દાવ ખેલ્યો છે. ધીમાને કહ્યુ છે કે ભાજપે એન્ટી ઈન્કમ્બન્સી જેવી બની રહેલી પરિસ્થિતિને એક પ્રકારે તોડવા માટે આ મોટો રાજકીય દાવ ખેલ્યો છે. તેમનું માનવું છે કે જો આખી કેબિનેટ, જેમાં મુખ્યમંત્રનો ચહેરો પણ બદલાય જાય છે, તો ભાજપને મોટા સ્તર પર આનો રાજકીય પાયદો થવાનું અનુમાન લગાવાય રહ્યું છે.

રાજકીય બાબતોના જાણકારોનું માનવું છે કે જે પ્રકારે ગુજરાતમાં વિધાનસબા ચૂંટણીઓથી ઠીક પહેલા મુખ્યમંત્રીથી લઈને આખી કેબિનેટને બદલવામાં આવી હતી. કંઈક આ તર્જ પર હરિયાણામાં રાજનીતિની બિસાત બિછાવી દેવાય છે. બસ આ રાજકીય બિસાતમાં મોટી ચાલ તરીકે જેજેપીને બહાર કરી દેવામાં આવી છે. રાજકીય વિશ્લેષક ધીમાને કહ્યુ છે કે આ આખી રાજકીય ઉથલપાથલમાં ભાજપ જ્યાં ખુદને રાજકીય રીતે ચાર પગલાં આગળ માનીને ચાલી રહ્યું છે. ત્યારે જેજેપી માટે આ ઘટનાક્રમ કોઈ મોટા પડકારથી ઓછું પણ નથી.

રાજકીય જાણકારો કહે છે કે દુષ્યંત ચૌટાલાની સામે સૌથી મોટો પડકાર એ છે કે ત્યાં પહેલા પોતાના ધારાસભ્યોને બચાવવા અને તેમાથી નીકળનારો સંદેશ માત્ર લોકસભા નહીં, પરંતુ થોડાક મહિનાઓ બાદ થનારી વિધાનસભા ચૂંટણીઓમાં પણ જવાથી રોકે છે. રાજકીય વિશ્લેષક પ્રવીણ શર્માનું કહેવું છે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓથી ઠીક પહેલા જેજેપીનું આખું રાજકીય ગણિત ભાજપે હાલ બગાડી નાખ્યું છે. પ્રવીણ શર્માનું માનવું છે કે જેજેપીને અલગ કરીને ભાજપે હરિયાણામાં જાતિગત સમીકરણોની દ્રષ્ટિથી પણ પોતાની તમામ ચાલો દુરસ્ત કરી છે. કહેવામાં આવે છે કે હરિયાણાની રાજનીતિમાં જાટોની મોટી વોટબેંકમાં ગબડાં પડશે. તેનો ફાયદો ભાજપને બિનજાટ બિરાદરીની વોટબેંક તરીકે મળવાનું નક્કી માનવામાં આવે છે.

રાજકીય બાબતોના જાણકારો પ્રમાણે, ભાજપે જે પ્રકારે જેજેપીને અલગ કરી છે. તેનાથી પાર્ટીને ફાયદો થતો દેખાય રહ્યો છે. રાજકીય બાબતોના જાણકારોનું માનવું છે કે ગત કેટલાક સમયમાં જે પ્રકારે જેજેપીના ધારાસભ્ય ક્ષેત્રથી લઈને વિધાનસબા સુધી પોતાની પાર્ટીના વિરોધમાં માહોલ બનાવી રહ્યા હતા. તેનાથી ફાયદો ભાજપને આ મોટી રાજકીય સર્જરી કરવાથી મળ્યો છે. રાજકીય વિશ્લેષકનું માનવું છે કે આ સમય જે રાજકીય ચર્ચા છે, તે એ છે કે જેજેપીના ઘણાં ધારાસભ્ય પોતાનીપાર્ટીની સાથે નથી. તેવામાં જ્યારે લોકસભા ચૂંટણી માથા પર છે, તો કોઈપણ પાર્ટી માટે ધારાસભ્યોનું તૂટવું અથવા તેના વિરોદમાં આવવું રાજકીય પક્ષ માટે સૌથી મોટો પડકાર બની જાય છે.

ગઠબંધન તૂટવા પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યુ છે કે કેબિનેટના રાજીનામાનું આખું નાટક તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે તેમમે ત્રણ મહિલા પહેલા જ જણાવી દીધું હતું કે ભાજપ-જેજેપીમાં સમજૂતી તોડવાની અઘોષિત સંમતિ બની છે. આના સંદર્ભે ભાજપના ઈશારા પર જેજેપી અને આઈએનએલડી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડા પાડવા માટે ફરીથી જનતાની વચ્ચે જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code