1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ભાજપે લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રકિયા હાથ ધરી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે બે-ત્રણ મહિના બાકી રહ્યા છે. માર્ચમાં ચૂંટણીની વિધિવત જાહેરાત કરી દેવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા તમામ 26 બેઠકો પર ઉમેદવારોની પેનલો બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે નિયુક્ત કરેલા નિરિક્ષકો જિલ્લાઓમાં ફરીને ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો પાસેથી સેન્સ મેળવી રહ્યા […]

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 9000 ઓરડાંથી ઘટ, વિદ્યાર્થીઓ ખૂલ્લામાં બેસી ભણવા મજબુર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સરકારે એકરાર કર્યો હતો હતો કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં 9 હાજરથી વધુ શાળાના ઓરડાની ઘટ છે. ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9153 ઓરડાની ઘટ છે. આ ઉપરાંત રાજ્યના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ હોવાનો પણ શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો […]

ગુજરાતમાં આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી ટાણે રાજ્ય સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યાં રાજ્યભરના આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પણ પોતાની પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી છે. અધિકારીઓએ આરટીઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હવે 29મી ફેબ્રુઆરીએ  ટેક્નિકલ અધિકારીઓ કચેરી શરૂ થયાના […]

ગુજરાતમાં પોલીસ સામેની ફરિયાદો માટે 14449 ટોલ ફ્રી નંબર, DG કન્ટ્રોલરૂમમાં સીધી ફરિયાદો જશે

અમદાવાદઃ શહેરના એરપોર્ટથી રાતના સમયે પોતાના ઘેર જઈ રહેલા દંપતીને રોકીને પોલીસે તોડ કર્યો હતો. તે સમયે આ બનાવને ગંભીર ગણીને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધુ હતુ, આ કેસની ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ  સુનાવણી હાથ ધરાતા સરકારે ખાતરી આપી હતી કે, પોલીસ સામેની ફરિયાદ માટે ફોન નંબર 14449 એક્ટિવ કરી […]

ખાનગી ઉદ્યોગો અને સરકારી સાહસો સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઉદાસિન રહ્યાઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોના, પ્રજાના ટેક્ષના પૈસાથી જે ઉદ્યોગોને સગવડો અને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995નો ઠરાવ છે. […]

ગુજરાતઃ 20 વર્ષથી રોજગારી આપવામાં દેશનું નંબર-1 રાજ્યનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજ્યના શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત છેલ્લા 20 વર્ષથી નંબર-1 છે. વલસાડ જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે, વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 16,246 રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતેથી પી.એમ. મિત્ર […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે 3 દિવસ સામાન્ય ઠંડી અનુભવાશે, માર્ચમાં માવઠાની આગાહી

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરી વતાવરણમાં પલટો આવ્યો છે. અને આગામી ત્રણ દિવસ વાદળછાંયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે.એવી રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી તા. 29 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા […]

ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ચૂંટણી જોડાણ કરીને જીતવાના દીવા સ્વપ્ન જૂએ છેઃ CR પાટિલ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. અને આવતા મહિને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પણ કરી દેવામાં આવશે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી […]

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો સાથે આયુષ્યમાન કાર્ડનો વિવાદ ઉકેલાયો, હવે સારવાર મેળવી શકાશે

ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા નાગરિકોને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબી સારવારનો લાભ મળે છે. પણ સરકાર દ્વારા તેમજ વિમા કંપનીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોને બાકી બિલનું સમયસર ચુકવણું કરવામાં આવતું ન હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ આયુષ્યમાન કાર્ડથી તબીબી સેવા પર રોક લગાવી દીધી હતી. આ પ્રશ્ને ખાનગી હોસ્પિટલના સંચાલકોનું સરકાર સાથે […]

PM મોદી ફરીથી ગુજરાત આવશે, 48000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code