1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, પરોઢે ઝાકળ અને બપોરે 35 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય લઈ લીધી છે. હાલ ઠંડી-ગરમી મિશ્રિત બેઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. તેમજ વહેલી પરોઢે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડી રહ્યું છે. અને બપોરના ટાણે તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી જાય છે. આમ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી ઋતુના કારણે […]

ગુજરાતમાં જાતિ આધારિત વસતિ ગણતરી કરીને સમાજમાં અસમાનતા દર કરોઃ કોંગ્રેસ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે, અને ભાજપના હિન્દુકાર્ડ સામે કોંગ્રેસે જાતિ આધારિત કાર્ડ ખેલવાનો નિર્ણ કર્યો છે. તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખોઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય વિષયક સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, જી.એમ.ઇ.આર.એસ. ના સુપ્રીટેન્ડન્ટ, 33 જિલ્લાના CDHO,CDMO અને 6 ઝોનના RDD સાથે આરોગ્ય વિષયક મહત્વના 21 મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. રાજ્યની કુલ 2300 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહી […]

ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ’ બને એવા પ્રયત્નો કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પ્રાકૃતિક ખેતીના પરિણામોની સમીક્ષા કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે રાજભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને આંધ્રપ્રદેશના કૃષિ વિભાગના કિસાન સશક્તિકરણ સંગઠનના એક્ઝિક્યુટિવ ઉપાધ્યક્ષ ટી. વિજયકુમારની ઉપસ્થિતિમાં વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૂમિ, […]

ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં 9મી ઓક્ટોબરથી નવીન અધિનિયમની જોગવાઇઓ લાગુ પડશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બીલ – 2023 મૂકવામાં આવ્યુ હતું. જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવીન એકટની જોગવાઈઓ આગામી તા. 9 મી ઓક્ટોબર 2023થી લાગુ કરાશે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી […]

ગુજરાતમાં 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે

અમદાવાદઃ પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS […]

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી આયુષ્માન ભવ અભિયાન સેવા પખવાડિયું ઊજવાશે

ગાંધીનગરઃ મિશન “અંત્યોદય”ના સંકલ્પ સાથે રાજ્યના પ્રત્યેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે ત્યારે વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને દરેક ગામમાં જટિલ આરોગ્ય સંભાળ સેવાઓને સંતૃપ્ત કરવા માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યરત કરેલી “આયુષ્માન ભવ: અભિયાન” ની યોજનામાં ગુજરાતે ખુબ જ સક્રિયતા સાથે પોતાનું યોગદાન […]

ગુજરાતમાં ત્રણ લાખ ઈન્વેસ્ટરોએ નિયમોનું પાલન ન કરતાં ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયાં

અમદાવાદઃ શેરબજારમાં ઈન્વેસ્ટરોનાં લાખોની સંખ્યામાં ડીમેટ એકાઉન્ટ્સ છે, જેમાં ઘણા ઈન્વેસ્ટરો સેબીના નિયમોનું યોગ્ય પાલન કરતા નથી. રોકાણકારોના રક્ષણ તથા ગેરરીતિ રોકવા માટે નવા નિયમો દાખલ કરવામાં આવી જ રહ્યા છે. ડીમેટ ખાતામાં પાન-આધાર લીંકઅપ ફરજિયાત છે. ઉપરાંત અધિકૃત મોબાઈલ નંબર-ઈ મેઈલ આઈડી અનિવાર્ય કરવા છતાં તેનું પાલન નહિ કરનારા ગુજરાતના ત્રણ લાખ ઈન્વેસ્ટરોનાં ડીમેટ […]

ગુજરાતમાં દિવાળી પહેલા રેશનકાર્ડ ધારકોને વધારાનું સિંગતેલ અને ખાંડ અપાશે

ગાંધીનગરઃ નવેમ્બર મહિનામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખતા રાજ્યના લાખો રેશન કાર્ડધારકોને ઓક્ટોબરમાં જ સીંગતેલ અપાશે. તે સાથે તહેવારો નિમિત્તે નિયત ઉપરાંત એક કિલો વધારાની ખાંડ પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. નાગરિક પુરવઠા નિગમ દ્વારા  દિવાળીના તહેવારોમાં રાબેતા મુજબના અનાજ સાથે વધારાના અનાજના પુરવઠાની વિતરણ વ્યવસ્થા માટે આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં એનએફએસએ સહિતના અંત્યોદય […]

ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સ-કોન્ટ્રાક્ટથી કરાતી ભરતીમાં યુવાનોનું થતું આર્થિક શોષણઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓનો નોકરી કરી રહ્યા છે. બીજી બાજુ સરકારના જુદા જુદા વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે. ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ભરતી કરીને યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code