1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકો મોતને ભેટ્યા, અકસ્માતના બનાવોમાં 3.7 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ઘણા વાહનચાલકો પૂર ઝડપે અને બેફકિરાઈથી વાહનો ચલાવતા હોવાથી તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો વધી રહ્યા છે. આ ઉપરાંત દર વર્ષે હજારોની સંખ્યામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતા તેને લીધે ટ્રાફિકજામ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાત રોડ સેફટી […]

ગુજરાતમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાં સોમવારથી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજશે

અમદાવાદઃ ગજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસના ઉનાળું વેકેશન બાદ આવતીકાલ તા. 5મી જુનથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પણ વેકેશનની મોજ માણ્યા બાદ સોમવારથી શિક્ષણ કાર્યમાં પરોવાશે. પરિણામ આવ્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળાના પુસ્તકો, નોટ્સબુક્સ, અને વિવિધ સ્ટેશનરીઓની ખરીદી કરી દીધી છે. સોમવારથી શાળા કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠશે. રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં […]

ગુજરાતમાં 104 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં મેઘાએ ગર્જના કરી લોકોને ભરનિંદરમાંથી ઉઠાડ્યાં

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં બિપોરજોય નામના સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા અને તે લો પ્રેશરમાં ફેરવાતા આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો હતો. તેથી રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડાના મહેમદાવાદ અને મહિસાગરના લૂણાવાડમાં બે ઈંચ, તેમજ નડિયાદ, બાલાસિનોર, મહુધા, લાખણી, મોડાસા, આણંદ, જાંબુઘોડા, પાટણ, વિજાપુર, સહિત 104 તાલુકામાં ઝાપટાંથી લઈને […]

રાજ્યમાં ઈ-વાહનની સંખ્યામાં 1475 ટકાનો વધારો, બે વર્ષમાં 1.19 લાખ નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં આજે ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેને આનુષંગિક સાધન-સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઇ-વ્હીકલ […]

ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

અમદાવાદઃ ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે. ટાટા ગૃપની સબસીડીયરી કંપની […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, 7મીથી 15 જુન દરમિયાન વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં દક્ષિણ પશ્વિમનું ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં છે ત્યારે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં એમ બે વાવાઝોડા સ્રકિય થવાની શક્યતા છે. તેના લીધે  આગામી તા.7થી 11 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.  ગુજરાતમાં 22થી 25 જૂને વિધિવત […]

સૌર ઊર્જા ઉત્પાદન માટે સોલાર પેનલ સિસ્ટમ અપનાવવામાં દેશમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકામાં વીજ ઉત્પાદનમાં સારોએવો વધારો થયો છે. જેમાં રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે સૌર ઊર્જા ઉત્પાદનમાં પણ વધારો થયો છે. અને સોલાર પેનલ સિસ્ટમ અપનાવવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જાન્યુઆરીથી માર્ચમાં સમગ્ર ભારતમાં 1.9 ગીગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટ ઈન્સ્ટોલ થયા હતા તેમાંથી 19 ટકા માત્ર ગુજરાતમાં હતાં. જો […]

ગુજરાતઃ માછીમારોનું બે મહિનાનું વેકેશન, 31મી જુલાઈ સુધી માછીમારો દરિયો નહીં ખેડે

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને માછીમારો હવે તા. 31મી જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા જઈ શકશે નહીં. આ અંગે મત્સ્યવિભાગે પરિપત્ર જાહેર કરીને નિર્દેશ કર્યો છે. જેથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીંગ બોટ લંગારવામાં આવી રહી છે. પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં ફીશરીંગ બોર્ડ લંગારવામાં આવી છે. બે મહિના વેકેશન બાદ માછીમારો અષાઢી બીજના પાવન […]

ગુજરાતમાં તમામ શાળાઓમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓનેમાર્ગ સલામતીના પાઠ ભણાવાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટા ભાગના અકસ્માતો વાહનચાલકોની બેદરકારીને લીધે સર્જાતા હોય છે. લોકો ટ્રાફિક સેન્સ કેળવે તે જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાતું નથી. હેલ્મેટ, સિટબેલ્ટનો કાયદો હોવા છતાં તેનો ઘણાબધા વાહનચાલકો અમલ કરતા નથી, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને ટ્રાફિક શિસ્ત જળવાય રહે તે માટે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના […]

ગુજરાતમાં નવી કાર માટેના ટેમ્પરરી નંબર માટેની RTOની ફીમાં વધારો કરાતા ઓટો ડિલરોનો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ દ્વારા નવી કારના ટેમ્પરરી નંબર માટેની ફીમાં વધારો કર્યો છે. રૂપિયા 200 ફી પેટે લેવામાં આવતા હતા. તેને બદલે હવે રૂપિયા 300 ચૂકવવા પડશે. એટલે કે ફીમાં રૂપિયા 100નો વધારો કરાતા ઓટો ડિલર્સે વિરોધ કર્યો છે. ઓટો ડિલર્સના કહેવા મુજબ કોઈપણ જાતના પરિપત્ર વિના એકાએક વધારો જાહેક કરી દેવામાં આવ્યો છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code