1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં આજે 28 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતમાં 3 ઈંચ વરસાદથી પાણી ભરાયા

સુરતમાં બે કલાકમાં ત્રણ ઈંચ અને નવસારીમાં 2 ઈંચ, મેઘરાજાની વિદાય ટાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સુરતના અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજે બુધવારે 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીમાં […]

આજે PM મોદીનો 75મો જન્મદિન, ગુજરાતમાં 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ કેમ્પ યોજાયા

ગાંધીનગરમાં મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો, દરેક કેમ્પમાં ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ વિષે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે, વડાપ્રધાનના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરાશે ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો […]

ગુજરાતઃ મેદસ્વિતા મુક્તિ અભિયાન અંતર્ગત, દેશનું પ્રથમ રાજ્ય બનશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2025, બીજો તબક્કો તા.01થી 31 નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. 01થી 30 ડિસેમ્બર 2025 સુધી યોજાશે. આ […]

ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં રેકોર્ડબ્રેક 2.01 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા

વાર્ષિક માત્ર રૂ.20માં 70 વર્ષની ઉંમર સુધી રૂ. 2 લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ, બેંકમાં બચત ખાતુ ધરાવતા ખાતેદાર આ યોજનાનો લાભ લઇ શક્શે, અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ મળે છે,   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. 27 ઓગસ્ટ-2025ની સ્થિતિએ રેકોર્ડબ્રેક […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર: આજે હિન્દી દિવસ છે. 1949માં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. […]

ગુજરાતઃ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ

ગાંધીનગરઃ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો […]

ગુજરાતઃ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ પુર્ણ થયા

ગાંધીનગરઃ 13 સપ્ટેમ્બર 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં […]

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ આઠથી 12 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ બાદ […]

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત

મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.કૃષિ મંત્રી […]

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના ગવર્નરનો વધારોનો હવાલો સોંપાયો

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા પદ ખાલી પડ્યું હતું, આચાર્ય દેવવ્રતજી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં રાજ્યપાલની જવાબદારી સંભાળશે, ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું,  જેના કારણે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતના રાજ્યપાલને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code