1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ

પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત, સુરતના મહુવા અને વિસાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યમાં સીઝનનો 26.24 ટકાથી વધુ વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જનાગઢના માળિયા હાટિનામાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 4.76 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 4.65 […]

ગુજરાતમાં કાલે ગુરવારથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

મુખ્ય મંત્રી સહિત મંત્રીઓ જુદી જુદી શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશોત્સવ કરાવશે, અધિકારીઓ શાળા પ્રવેશોત્સવ દરમિયાન અલગ અલગ લોકેશન પર ઉપસ્થિત રહેશે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ખાસ તકેદારી રખાશે ગાંધીનગરઃ શૈક્ષણિક વર્ષ 2025 – 26 માટે આવતીકાલે તા.26 થી 28 જૂન સુધી રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. આ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યાનુસાર રાજયભરમાં મુખ્યમંત્રી તથા […]

ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, કહીં ખૂશી કહીં ગમ

4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી, વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવાણ સહિત આખી પેનલ સાથે હરાવી, રાજકોટના સણોસરા ગામે મુસ્લિમ મહિલા સરપંચ તરીકે ચૂંટાયા અમદાવાદઃ રાજ્યમાં 4564 ગ્રામપંચાયતોની ગઈ તા. 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં સરેરાશ 78.20 મતદાન નોંધાયું હતું. જેનું પરિણામ આજે  25 જૂનના રોજ જાહેર કરવામાં આવતા કહીં ખૂશી કહીં ગમના […]

ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFઅને SDRFની ટીમ જિલ્લાકક્ષાએ ડિપ્લોય કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને […]

ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ

નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ, લાછરસ ગામ બેટમાં ફેરવાયું, અનેક વાહનો તણાયા, ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આજે સવારથી મેઘરાજા નર્મદા જિલ્લા પર વધુ મહેરબાન થયા હતા, તિલકવાડામાં […]

ગુજરાતમાં RTE હેઠળ વર્ષ 2025-26માં 95 હજાર બાળકોને પ્રવેશ ફાળવાયો,

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશમાં ઐતિહાસિક વધારો, 12 વર્ષમાં સરકારે શાળાઓને કુલ રૂ. 3723 કરોડની ગ્રાન્ટ આપી વાલીઓની આવક મર્યાદામાં વધારો કર્યા બાદ RTE પ્રવેશમાં ધસારો રહ્યો ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ […]

ગુજરાતમાં મેઘમહેરઃ 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદથી સુરત ઘમરોળાયું હતું. તાપી અને સુરતમાં અવિરત વરસાદને કારણે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન રાજયમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લીધે 10 જળાશયો સંપૂર્ણ ભરાયા, 29 ડેમો 70 ટકાથી વધુ ભરાયા

ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા ભરાયા હતા, આ વખતે 207 જળાશયોમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ થયો, સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે, ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, […]

ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 118 તાલુકામાં વરસાદ, અમીરગઢમાં 5 ઈંચ

બનાસકાંઠા, પાટણ, મહીસાગર, સાબરકાંઠામાં રેડ એલર્ટ, 24 કલાકમાં વડાલીમાં 12 ઇંચ અને ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, પાવી જેતપુરમાં ડાયવર્ઝન ધોવાતા NH-56 બંધ  અમદાવાદઃ ગુજરાતમાં આજે  બપોરે 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરાસદ પડ્યો હતોય જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં […]

ગુજરાતમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી  ગ્રામ પંચાયતો માટેની ચૂટણીનું મતદાન શરૂ

ગુજરાતમાં ગ્રામપંચાયતોની યોજાઇ છે. સવારે સાત વાગ્યાથી અંદાજે ત્રણ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઇ ગયું છે. બલેટે પેપરથી થઇ રહેલા મતદાન માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાડા ત્રણ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે 81 લાખ જેટલા મતદારો સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code