1. Home
  2. Tag "gujarat"

ગુજરાતની ઇનલેન્ડ જળાશય લીઝિંગ પોલિસી લોન્ચ કરાશે

અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન થવાનું છે, જે બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જે વિશ્વ મત્સ્યપાલનની ઉજવણી પ્રસંગે 21 અને 22 નવેમ્બરના રોજ રાજ્યના મત્સ્યઉદ્યોગ પ્રધાનો, વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો, વૈશ્વિક મત્સ્યઉદ્યોગ વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ, મત્સ્યઉદ્યોગ સમુદાયો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સહિત વિવિધ મહાનુભાવો અને હિતધારકોને એકસાથે લાવશે. મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, […]

ગુજરાતઃ એસટી નિગમને દિવાળી ફળી, તહેવારોમાં 48 કરોડથી વધારેની આવક

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના ગામ જવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી દિવાળીના તહેવારોમાં એસટીની બસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન દિવાળીના તહેવારોમાં એસટી નિગમને કરોડોની આવક થઈ છે. એસટીને દિવાળીના તહેવારોમાં રૂ. 48.13 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ચાલુ […]

ગુજરાતમાં કારતક મહિનાના પ્રારંભથી જ તાપમાનમાં થયો ઘટાડો, હવે ક્રમશઃ ઠંડી વધશે

અમદાવાદઃ વિક્રમ સંવત 2080ના વર્ષનો રંગેચંગે પ્રારંભ થઈ ગયા છે. કારતક મહિનાના પ્રથમ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા રાજ્યભરમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10 શહેરોમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું હતુ. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગર 14 […]

ગુજરાતઃ દિવાળીના તહેવાર નિમિત્તે 15 દિવસમાં ST નિગમની 107 નવી બસ રોડ ઉપર દોડતી કરાઈ

ગાંધીનગરઃ અમદાવાદના રાણીપ ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની નવીન 47 બસોનું ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન 15 દિવસમાં જીએસઆરટીસીની 107 નવી બસો ફાળવવામાં આવી છે. એસ.ટી. નિગમ દ્વારા વિવિધ તહેવાર અને ધાર્મિક મેળાઓમાં વધારાની એસ. ટી. બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ લોકાર્પિત નવીન બસો લોકોને પોતાના […]

ગુજરાતના જેલ ખાતાના કર્મચારીઓની દિવાળી સુધરી, સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના પર્વને પગલે સરકાર દ્વારા ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને બોનસની જાહેરાત કરી હતી. દરમિયાન જેલ ખાતાના કર્મયોગીઓના વિવિધ ભથ્થામાં વધારાનો સરકારે નિર્ણય લીધો છે. જેલ સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારો કરાયો છે. ફિક્સ પગારના જેલ સહાયકને 3500નો વધારો કરાયો છે. સિપાઈના ભથ્થામાં […]

દિવાળીના તહેવારો ટાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ સામાન્ય ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ દિવસે થોડી ગરમી અને રાતે થોડી ઠંડી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના સામાન્ય ઝાંપટા પડ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવાળી સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા […]

ગુજરાતમાં નકલી બિયારણ ખૂલ્લેઆમ વેચાય છે, ભાજપના જ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજકોટઃ ગુજરાતમાં રવિ સીઝનની વાવણીના ટાણે જ  ખેડુતોને ભોળવીને નકલી બિયારણનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના જ  રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે,  નકલી બિયારણ દ્વારા ખેડૂતને થતી છેતરપિંડી એ એક ચિંતાજનક વિષય છે. આ માટે સરકાર દ્વારા નકલી બિયારણનું વેચાણ કરતા વેપારીની […]

દિવાળી બાદ ધીમા પગલે ઠંડીની આગમન, વાદળો બંધાશે પણ માવઠું નહીં પડેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ શિયાળાના યાને કારતક મહિનાના પ્રારંભને હવે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિવસે ગરમી અને રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પણ દિવાળી બાદ એટલે નૂતન વર્ષના પ્રારંભથી ઠંડીનો ચમકારો વર્તવાની શરૂઆત થશે. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતના ભાગોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી રહી છે. ત્યારે હવામાન વિભાગના કહેવી મુજબ આગામી […]

ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી […]

ગુજરાત સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં વીજળી ડ્યુટીની રૂપિયા 22452 કરોડની આવક થઈ

અમદાવાદઃ ગુજરાત સરકારને વીજળી પરની ડ્યુટીને લીધે વર્ષે-દહાડે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. નાણાકીય વર્ષ 2020-21થી 2022-23 દરમિયાન ત્રણ વર્ષમાં ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે 22452 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ ત્રણ વર્ષ દરમિયાન સરકારને વીજશુલ્કથી થતી આવકમાં 42 ટકાનો વધારો થયો છે. 2020-21માં આવક 6220 કરોડ હતી, જે 2022-23માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code