1. Home
  2. Tag "gujarat"

અરબ સાગરમાં ચક્રવાતને લીધે વાતાવરણમાં પલટો, 21 તાલુકામાં ઝાપટાં, બાલાસિનોરમાં 1 ઈંચ

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરકાંઠે સર્જાયેલા ચક્રવાત અને અરબી સમુદ્રમાં એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.જેમાં રવિવારે 21 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યો હતો જેમાં બાલાસિનારમાં એક ઈંચ તથા ખેજાના ગળતેશ્વર તેમજ લૂણાવાડા, વિજયનગર, કપડવંજ, સતરામપુર સહિત 21 તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા છે. ગુજરાતમાં રવિવારે […]

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં GSTનું રૂપિયા 5669 કરોડનું રેકર્ડબ્રેક કલેક્શન, 24 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. છેલ્લા એક દસકામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ વધ્યો છે. દેશના બે મોટા પોર્ટ ગુજરાતમાં છે. બન્ને પોર્ટ આયાત-નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. જેના કારણે ગુજરાતમાં જીએસટીની આવક પણ વધી રહી છે. ગત નવેમ્બર મહિનામાં જીએસટીનું કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. અને આવકમાં આવકમાં 24 ટકાનો વધારો નોંધાયો છે. […]

સમાજને સલામત રાખવા આપણે સાયબર ક્રાઈમ સામે હંમેશા અવાજ ઉઠાવવો જોઈએઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ગુજરાત રાજ્યના ગૃહ, રમતગમત અને યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે યુથ, સ્કીલ અને ઇનોવેશન (Crafting Tomorrow: Youth, skill and innovation) વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્યને અવસરોની ભૂમિ અને દેશમાં સૌથી વધારે સુરક્ષિત જગ્યાનું બિરુદ આપતા […]

ગુજરાતના એસટીના કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, સરકારે કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે અગાઉ રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટી નિગમના કર્મચારીઓને પણ 42% મોંઘવારીનો લાભ આપવાની માંગણી સાથે કર્મચારીઓની સંકલન સમિતિએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ઉપરાંત મોંઘવારી ભથ્થા સહિતની અન્ય માંગણીને લઈને વિરોધ કાર્યક્રમ પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. […]

ગુજરાતમાં સેમિકન્ડકટર સેકટર દ્વારા 5 વર્ષમાં બે લાખથી વધુ નોકરીઓનું સર્જન કરાશે

ગાંધીનગરઃ  ગુજરાતને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે, રાજ્યમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (2022-28) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (2022-27) માટે રાષ્ટ્રીય નીતિની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ નીતિઓનો અમલ કરીને સમગ્ર દેશમાં વધુ શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સેમિકન્ડક્ટર સેક્ટર માટે ડેડિકેટેડ […]

ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ ગુજરાતના સ્ટેટ જીએસટીના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંગળવારે રાજ્યની તમામ જીએસટી કચેરીઓના પટાગણમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્ટેટ જીએસટી વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ ત્રણ જેટલી માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. સ્ટેટ GST વિભાગ કર્મચારી મંડળના કર્મચારીઓએ સરકાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. એસજીએસટી કર્મચારી એસોસિએશન […]

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલા મહેતાનું 96 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM, અને CMએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ ગુજરાતના ખ્યાતનામ  ફોટા જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું  96 વર્ષની ઉંમરે  નિધન થયું છે. જાણીતા અખબાર ગુજરાત સમાચાર સાથે વર્ષોથી જોડાયેલા હતા. અને તેમની કારકિર્દી દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. સ્વર્ગસ્થને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અને રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી, […]

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

ગુજરાતમાં ડિસેમ્બરમાં પડશે ફુલ ગુલાબી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

આગામી દિવસોમાં તાપમાનનો પારો 3 ડીગ્રી જેટલો ઘટશે હાલ કમોસમી વરસાદ થવાની શકયતાઓ નહીવંત અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવે રાજ્ય ઉપર હાલની સ્થિતિએ માવઠાનું કોઈ સંક્ટ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. તેમજ આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં હાર્ડ થીજવતી ઠંડી […]

ગુજરાતમાં માવઠા બાદ હવે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આફત સમી જતાં હવે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, અને ડિસેમ્બરથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે.હાલ ઉત્તર-પૂર્વીય ઠંડાબોળ પવનોને કારણે ઠંડીમાં વધારો થશે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા હતા. શિયાળાના પ્રારંભે  વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા કૃષિપાકને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code